September 23, 2021
September 23, 2021

પોલિટિકલ ડોનેશન: ભાજપની તિજોરી છલોછલ

ગુજરાતમાંથી કુલ 48 કરોડ દાનમાંથી ભાજપને મળ્યું આટલું….

દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કાળ ચાલી રહ્યો છે જેને પગલે લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ દેશના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીને નાણાકીય વર્ષ 2019-20માં કોંગ્રેસ, તૃણમૂલ અને એનસીપી સહિત પાંચ પક્ષોને મળેલા કુલ દાન કરતાં ત્રણ ગણું દાન મળ્યું છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)ના અહેવાલમાં જણાવાયું છે.

રાજકીય પક્ષોને સૌથી વધુ ડોનેશન મહારાષ્ટ્રમાંથી રૂ. 368 કરોડ મળ્યું હતું. બીજા નંબરે દિલ્હીમાંથી રૂ. 338 કરોડ દાન મળ્યું હતું. ત્રીજા નંબરે ગુજરાત અને કર્ણાટકમાંથી રૂ.48-48 કરોડ ડોનેશન મળ્યું હતું. ગુજરાતમાંથી ભાજપને અંદાજે રૂ. 44 કરોડનાં અને કોંગ્રેસને રૂ. 3.40 કરોડનું દાન મળ્યું છે ADR દ્વારા કરાયેલા એનાલિસીસમાં આ વિગતો બહાર આવી છે.

ભાજપે જાહેર કરેલી દાનની વિગતો મુજબ તેને નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રૂ. 785.77 કરોડનું દાન મળ્યું હતું જેમાં જમીનનું દાન પણ સામેલ છે જ્યારે આ જ સમયમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ જેવા પાંચ પક્ષોને કુલ રૂ. ૨૨૮.૦૩૫ કરોડનું દાન મળ્યું હતું.

એડીઆર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં રાષ્ટ્રીય પક્ષોને નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રૂ. 20,000થી વધુ રકમના મળેલા દાન પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પંચમાં રજૂ કરેલા સોગંદનામાના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

 81 ,  1