September 23, 2021
September 23, 2021

કોંગ્રેસ શાસીત તલોદ નગરપાલિકામા રાજકીય ભૂકંપ…

સાબરકાંઠા જિલ્લાની કોંગ્રેસ શાસિત તલોદ નગરપાલિકા માં છેલ્લા ઘણા સમયથી ખટરાગનું વાતાવરણ હતું. કોંગ્રેસ શાસીત શાસન હોવાથી પાલિકાના વિકાસના કામો સમયસર નહી થતા નગરપાલિકાના સદસ્યોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો છે. આજે તલોદ નગરપાલિકાના ૧૧ ભાજપના સદસ્યો અને ૫ કોંગ્રેસના સદસ્યોએ ભેગા મળી પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની લેખીત દરખાસ્ત નગરપાલિકા ચિફ ઓફીસરને આપવામા આવી છે.

તલોદ નગરપાલિકામા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાશની દરખાસ્ત દાખલ કરવામા આવી છે. સભ્યોની ફરિયાદ હતી કે તલોદ નગરપાલિકાના કેટલાક સભ્યોને વિશ્વાસમા લીધા સિવાય વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. આથી નારાજ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી.

તલોદ નગર પાલિકામાં 16 સભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અને ભાજપના સભ્યો એ ભેગા મળીને અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. નગરપાલિકાના સભ્યોએ ચીફ ઓફીસરને અવિશ્વાસની દરખાસ્ત આપતા નગરપાલિકાનુ વાતાવરણ ગરમાયુ હતુ.

 23 ,  1