ટીમ ઇન્ડિયાની ‘ભગવા’ જર્સી પર રાજકારણ, સપા-કોંગ્રેસ નેતાઓનો વિરોધ

ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. સામાન્ય રીતે ભારતીય ટીમની જર્સીનો કલર બ્લૂ હોય છે પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયા ભગવા જર્સીમાં જોવા મળશે.

આ જર્સીને લઈને ભારતમાં રાજકરણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ સરકાર ઉપર ક્રિકેટમાં ભગવાકરણનો આરોપ લગાવી રહ્યા છે. જયારે ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી અતુલ વાસને આ વિવાદને કારણ વગરનો કહ્યો હતો.

સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યું હતું કે મોદી આખા દેશને ભગવા રંગમાં રંગવા માંગે છે. મોદીજી ને બતાવવા માંગીશ કે ઝંડાનો કલર આપનાર મુસ્લિમ હતો. તિરંગામાં બીજા પણ રંગો છે ફક્ત ભગવો જ કેમ. તિરંગાના રંગમાં જર્સી હોત તો સારું હતું.

મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય એમએ ખાને કહ્યું, ‘આ સરકાર દરેક વસ્તુને અલગ નજરથી જોવાનો અને દેખાડવાનો પ્રયત્ન છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં થઈ રહ્યો છેઆ સરકાર ભગવાકરણની તરફ આ દેશને લઈ જવાનું કામ કરી રહી છે.’

બીજેપી નેતા રામ કદમે કહ્યું હતું કે ભગવા રંગને લઈને વિપક્ષને વિરોધ કેમ છે. રમતને રાજનીતિથી દૂર રાખવી જોઈએ. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી જેથી રંગોનું રાજકારણ કરી રહી છે.

આઈસીસીએ કહ્યું હતું કે જર્સી બદલવાનો વિચાર એટલા માટે આવ્યો કારણ કે ઇંગ્લેન્ડની પણ બ્લૂ જર્સી છે. નવી ડિઝાઈન ભારતની જૂની ટી-20 જર્સીમાંથી લેવામાં આવી છે. જેમાં ભગવો રંગ છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી