લોકતંત્રનો સૌથી મોટો મહાપર્વ ચૂંટણી છે અને આજે લોકસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પહેલાં તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાતા પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે.
ચૂંટણીમાં વોટ મેળવવા માટે નેતાઓ શું-શં નથી કરતા. કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહેલા રાજ્ય સરકારમાં મંત્રીએ જનતાને નાગિન ડાન્સ કરતા નજરે ચડ્યા. બેંગ્લોરથી 27 કિમી દૂર હોસ્કેટ નામની જગ્યાએ મંત્રી એમટીબી નાગરાજ આ ડાન્સ કરતા જોવા મળ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બેન્ડ વાજાની સાથે મત અધિકાર આપવા આવેલા મંત્રી નાગિનનું ગીત સાંભળતા જ ખુદને ન રોકી શક્યા અને જાહેર જનતા વચ્ચે ઠુમકા લગાવવા લાગ્યા.
65 , 3