કર્ણાટકમાં સંકટ તો ગોવામાં પાર્ટી સાફ થઈ ગઈ, 10 કોંગ્રેસી ધારાસભ્યોનું પાર્ટીને ‘અલવિદા’

કર્ણાટક બાદ ગોવા(Goa)માં કોંગ્રેસ સામે કટોકટીનો માહોલ સર્જાયો છે. અહેવાલ મુજબ, ગોવામાં 15 કોંગ્રેસી ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્યોએ પાર્ટીના એલવિદા કહ્યું છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. બુધવારે ગોવાના કોંગ્રેસના 10 ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેશ પાટનેકરને મળવા પહોંચ્યા હતા. અને બાદમાં તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ તેની પુષ્ટિ કરી છે.

નોંધનીય છે કે, હાલ ગોવામાં BJP સરકાર છે. 2017 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, જો કે, હવે કોંગ્રેસ પાસે માત્ર 5 ધારાસભ્યો જ રહ્યા છે. કાવલેકરે કહ્યું કે, હું વિપક્ષનો નેતા હતો, તેમ છતાં મારા કાર્યક્ષેત્રમાં વિકાસ કાર્ય થઈ શક્યું નથી. અને જો વિકાસ નહીં થાય તો લોકો બીજી વાર અમને કેમ ચૂંટશે? કોંગ્રેસ પાસે સરકાર બનાવાનો મોકો હતો, પણ વરિષ્ઠ નેતાઓ વચ્ચે એકતાની ઉણપને કારણે અમે સરકાર બનાવી શક્યા નહીં.

માઈકલ લોબોએ કહ્યું કે, સંવિધાનની અનુસુચિ 10 હેઠળ તેઓનું વિલય થયું છે. કાવલેકરના નેતૃત્વમાં 10 ધારાસભ્યો જે પહેલાં વિપક્ષના નેતા હતા, બીજેપીમાં સામેલ થઈ ગયા છે. તો કાવલેકરે પણ બીજેપીમાં સામેલ થવાની વાતનો સ્વીકાર કરતાં કહ્યું કે, અમારામાંથી 10 ધારાસભ્યોઓ આજે બીજેપીમાં સામેલ થઈ ગયા છે. સીએમ સારું કામ કરતાં હોવાને કારણે અમે બીજેપીમાં જોડાયા છીએ.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી