અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા, વધાણીએ પહેરાવ્યો કેસરિયો ખેસ

છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે આજે ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલા સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’માં ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ક્ષત્રિય સમાજની બેઠક બાદ લેવાયેલા નિર્ણય પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આજે ગુરુવારે ભાજપમાં જોડાવવા માટે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને બાડયના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગાંધીનગર ખાતે આવેલા ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમમાં પહોંચ્યા હતા. બંને નેતાઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે કમલમ પહોંચ્યા હતા.

કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુલાકાત કરી અને થોડી જ વારમાં તેઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી