ચૂંટણીમાં હારના ડરથી ગોત્ર બતાવી રહી છે મમતા – ગિરિરાજ સિંહ

ગિરિરાજ બોલ્યા- હારના ડરથી ગોત્ર કાર્ડ રમી રહ્યાં છે મમતા

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સીએમ મમતા બેનરજીએ પોતાના ગોત્રનો ઉલ્લેખ કરતા આ મામલે ભાષણબાજી શરૂ થઈ ગઈ છે. હકીકતમાં મમતા બેનરજી નંદીગ્રામમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એક ચૂંટણી સભા સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન મમતાએ કહ્યું હતું કે, “મેં મંદિરનો પ્રવાસ કર્યો. અહીં પૂજારીઓ મારું ગોત્ર પૂછ્યું. મેં કહ્યું મા, માટી અને મનુષ્ય. આ મને મારી ત્રિપુરાના ત્રિપુરેશ્વરી મંદિરની યાદ અપાવે છે. અહીં પૂજારીએ પૂછતા મેં મારું ગોત્ર મા, માટી અને મનુષ્ય કહ્યું હતું. હકીકતમાં હું શાંડિલ્ય છું.”

મમતા બેનરજીના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ કે, “મમતા બેનરજી તમે જણાવી દો કે, ક્યાંક ઘૂસણખોરો અને રોહિંગ્યાનું ગોત્ર તો શાંડિલ્ય નથી ને? મારે તો ક્યારેય ગોત્ર જણાવવાની જરૂર નથી પડી. હું તો લખું છું. મમતા બેનરજી ચૂંટણીમાં હારના ડરથી ગોત્ર બતાવી રહી છે. તેમની હાર નિશ્ચિત છે.”

કેન્દ્રીય મંત્રીએ આ મુદ્દે બે ટ્વીટ પણ કર્યા છે. જેમાં લખ્યું છે કે, “મત માટે રોહિંગ્યાને વસાવનારા, દુર્ગા અને કાલી પૂજા રોકનારા, હિન્દુઓનું અપમાન કરનારા હવે હારના ડરથી ગોત્ર પર ઉતરી આવ્યા છે. શાંડિલ્ય ગોત્ર સનાતન અને રાષ્ટ્ર માટે સમર્પિત છે, મત માટે નહીં. મમતા દીદી, હવે તો શોધવું પડશે કે શું ઘૂસણખોરો અને રોહિંગ્યાનું ગોત્ર પણ શાંડિલ્ય નથી ને?”

 28 ,  1