દિલ્હીમાં પ્રદૂષણ પાકિસ્તાનની હવાથી ફેલાય છે : યુપી સરકાર

કોર્ટે પૂછ્યું- શું ત્યાં ઉદ્યોગ બંધ કરાવશો?

દેશની રાજધાની દિલ્હી-NCRમાં ખતરનાક્ વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની ફરી એક વખત ફટકાર લગાવી હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ પર થયેલી સુનાવણીમાં વિચિત્ર દલીલ કરી હતી. યુપી સરકારે કોર્ટને કહ્યું કે પ્રદૂષણનું કારણ પાકિસ્તાનથી આવતી હવા છે. દિલ્હી પ્રદૂષણમાં ઉત્તર પ્રદેશની ઈન્ડસ્ટ્રીનો કોઈ રોલ નથી. આ અંગે ચીફ જસ્ટિસ એનવી રમનાએ ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું – શું તમે ઈચ્છો છો કે પાકિસ્તાનમાં ઈન્ડસ્ટ્રી બંધ થઈ જાય.

CJI એ સામે સવાલ પૂછ્યો
આ વાત આવતા જ સુનાવણી દરમિયાન થોડી હળવી ક્ષણો પણ સર્જાઇ હતી. ઉત્તરપ્રદેશ સરકાર તરફથી વકીલ રંજિત કુમારે કહ્યું હતું કે અમારી તરફથી હવા દિલ્હી નથી આવતી. અમે પોતે હવાના વહેણની દિશામાં છીએ. હવા [પાકિસ્તાન તરફથી આવી રહી છે. જેની સેમ ચીફ જસ્ટિસ સીવી રમન્નાએ મજાકમાં પૂછ્યું હતું કે તો શું તમે પાકિસ્તાનનાં ઉદ્યોગ પણ બંધ કરાવવા માંગો છો?

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે આવતા શુક્રવારે ફરી સુનાવણી થશે. કોર્ટે યુપી સરકારને કહ્યું હતું કે શેરડી કે દૂધ અને ખાંડના કારખાનાઓ લાંબો સમય ચાલુ રાખવાની માંગ લઈને ટાસ્ક ફોર્સ કમિટી સામે અરજી કરવામાં આવે. આ સિવાય સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા હોસ્પિટલ્સના નિર્માણકાર્ય ને ચાલુ રાખવાની પરમીશન આપી દીધી હતી.

એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના
સુનાવણી પહેલા એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને સર્વોચ્ચ અદાલતમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું અને કહ્યું છે કે તેમણે હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના નિર્દેશોના પાલન પર દેખરેખ રાખવા માટે એક એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે. 17 સભ્યોની ફ્લાઈંગ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દરરોજ સાંજે 6 વાગ્યે રિપોર્ટ લેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આ પહેલ પર સંતોષ વ્યક્ત કર્યો છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી