દિલ્હી બાદ હવે વધુ એક રાજ્યમાં ‘પ્રદૂષણ લોકડાઉન’

17 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત

હરિયાણા સરકારે વધી રહેલા વાયુપ્રદૂષણને કારણે ચાર જિલ્લામાં તમામ સ્કૂલો 17 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પહેલા દિલ્હી સરકારે પણ તમામ સ્કૂલો બંધ રાખવાનો તથા સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો આદેશ આપી ચૂકી છે.

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણને કારણે હરિયાણા સરકારે ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને જઝ્ઝરમાં તમામ સ્કૂલો 17 નવેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જણાવ્યું કે આ આદેશ તત્કાળ પ્રભાવથી અમલી છે અને 17 નવેમ્બર સુધી અમલી રહેશે.

વાયુ પ્રદૂષણને કારણે સ્કૂલો બંધ રાખનાર બીજું રાજ્ય બન્યું હરિયાણા બીજુ રાજ્ય બન્યું છે. એક દિવસ પહેલા દિલ્હીની કેજરીવાલે સરકારે સુપ્રીમની આકરી ફટકાર પડ્યાં બાદ એક અઠવાડિયા સુધી સ્કૂલો અને ઓફિસો બંધ રાખવાની જાહેરાત કરી હતી.

દર વર્ષે શિયાળો શરુ થતા જ દિલ્હી, હરિયાણા અને પંજાબમાં વાયુ પ્રદૂષણની કટોકટી ગંભીર બને છે. દિલ્હી અને હરિયાણા બાદ હવે પંજાબ પણ આ નિયમ લાગુ પાડી શકે છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી