એક્ટ્રેસ પૂનમ પાંડેના પતિની પોલીસે કરી ધરપકડ

પૂનમે પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસની કાર્યવાહી, જાણો સંપૂર્ણ મામલો…

મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બે (Sam Bombay)ની મુંબઈ પોલીસે રવિવારે ધરપકડ કરી લીધી છે. પૂનમે પતિ સામે મારઝૂડની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પૂનમ પાંડેને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને માથા, આંખ અને ચહેરા પર ઈજાઓ થઈ છે.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, “એક્ટ્રેસ પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની ગઈકાલે મુંબઈમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પૂનમે સેમ સામે મારઝૂડની ફરિયાદ નોંધાવી છે. પૂનમને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.”

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે, ઈન્ડિયન પિનલ કોડ (IPC) અંતર્ગત સેમ બોમ્બે સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસને આંખ, માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. આ મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.

જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે પૂનમ પાંડેએ પતિ સામે મારઝૂડની ફરિયાદ નોંધાવી હોય. અગાઉ ગોવામાં મારઝૂડ કરવાના આરોપમાં સેમ બોમ્બેની ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે લગ્ન બાદ પૂનમ અને સેમ ગોવા ગયા હતા ત્યારે જ એક્ટ્રેસે પતિ પર મારઝૂડનો આરોપ મૂક્યો હતો. પૂનમ પાંડેએ ફરિયાદમાં કહ્યું હતું કે, તેના પતિએ તેને મોલેસ્ટ કરી છે અને મારઝૂડ કર્યા પછી ધમકી આપી હતી. પૂનમ અને તેનો પતિ સાઉથ ગોવામાં કથિત રીતે ફિલ્મ તૈયાર કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. એ વખતે સેમ બોમ્બે પર આઈપીસીની કલમ 353, 506 અને 354 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પૂનમે પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, ટૂંક સમયમાં જ બંનેએ સમાધાન કરી લીધું હતું અને પૂનમે કહ્યું હતું- ‘દરેક લગ્નમાં ઉતાર-ચડાવ આવ્યા કરે છે.’

રિપોર્ટ પ્રમાણે, લગ્ન કરતાં પહેલા પૂનમ અને સેમ સાથે રહ્યા હતા. 1 સપ્ટેમ્બર 2020ના રોજ તેમણે બાંદ્રા સ્થિત ઘરે જ લગ્ન કરી લીધા હતા. લગ્નની તસવીર શેર કરતાં એક્ટ્રેસે લખ્યું હતું, “તારી સાથે સાત જન્મ વિતાવા ઉત્સુક છું.”

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી