કુદરતનાં કહેર સામે ગરીબ આદીવાસી પરીવારો બન્યા લાચાર

કવાંટ તાલુકાના કનલવા ગામના બામણી ફળીયા માંથી વહેતી હેરણ નદીમાં પ્રાથમિક શાળાની દીવાલ તેમજ આદીવાસી મહિલા ઓની જમીન, ખેતર પાણીમાં સંપૂર્ણ ધોવાઈ જતા આદિવાસી પરીવારો કુદરતના કહેર સામે લાચાર બન્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામેથી પસાર થતી હેરણ નદી છોટાઉદેપુર તેમજ ઉપરવાસ મધ્ય પ્રદેશમાં સાંબેલાધાર વરસાદ પડવાથી હેરણ નદી ગાંડીતૂર બનતા કવાંટ તાલુકાના કનલવા ગામે પ્રાથમિક શાળામાં હેરણ નદીના પાણી પ્રવેશતા શાળાની સરક્ષણ દીવાલ મધ્યાહન ભોજન યોજનાનુ રસોડું વિદ્યાર્થીઓ ને પીવાના પાણીની ટાંકી બધું પાણી તાણી ગયું હતુ આ કહેર ઓછો હોય તેમ આદીવાસી મહિલાની ખેતિની સંપૂર્ણ જમીન હેરણ નદીનું પાણી તાણી જતા ગરીબ આદીવાસી મહિલા ના માથે જાણે આભ ફાટ્યું ની સહારા આદીવાસી મહિલા અત્યારે તો જમીન વિના ગુજરાન કેમ ચલાવવું તેની પળોજણમાં છે.

કવાંટ તાલુકાના કનલવા ગામે વહેતી હેરણ નદી ગાંડીતૂર બનતા કેટલાય આદીવાસી પરીવારોની જમીન ધોવાઈ ગઈ પ્રાથમિક શાળાને નૂકશાન થવા છતાં સરકારી તંત્ર ત્રણ ત્રણ દિવસ થવા છતાં આ ગરીબ આદીવાસી વિસ્તારમાં સર્વે કરવા કે આ ભોળા આદીવાસી પરિવારોની ખબર સુધ્ધાં લીધી નથી આ ગરીબ પરીવારો સરકારી તંત્ર આવે તેની રાહ જોઈ બેઠા છે સરકારી તંત્ર સામે ગરીબ આદીવાસી પરીવારો નો રોષ ભભૂકી ઉઠ્યો છે હવે એ જોવું રહ્યું કે આ ગરીબ આદીવાસી પરીવારોની વહારે સરકારી તંત્ર ક્યારે પહોંચે છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી