કરોડોની જમીન કૌભાંડનો મામલો, પોલીસે અસલ દસ્તાવેજની શોધખોળ કરી

પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ 6 દિવસના રિમાન્ડ પર, અન્ય આરોપીઓની પણ સંડોવણી અંગે પોલીસે તપાસ શરૂ કરી

પોપ્યુલર ગ્રૂપના વિવાદાસ્પદ બિલ્ડર રમણ પટેલની સોલા પોલીસે એસજી હાઇવે પર થલતેજની કરોડોની જમીન પચાવી પાડવાના ગુનામાં તેમની ધરપકડ કરી જે દસ્તાવેજના આધારે કૌભાંડ થયું તે અસલ દસ્તાવેજની શોધખોળ પોલીસે હાથ ધરી છે. બીજી તરફ વિવિધ મુદ્દે તપાસ માટે પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડ ગ્રામ્ય કોર્ટમાં માગ્યા હતા. જેમાં સમગ્ર પ્રકરણમાં અન્ય આરોપીઓની સંડોવણી હોવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બન્ને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

રમણ પટેલની રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, આરોપીએ જમીન હડપ કરવા ખોટા પાવર ઓફ એર્ટની અને વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો તે ક્યાં છે? રજીસ્ટરડ દસ્તાવેજ કરવા પાવર ઓફ એટર્ની રજૂ થઇ નથી તો કેવી રીતે દસ્તાવેજ થયો? 1994માં દસ્તાવેજ પાવર ઓફ એટર્નીના આધારે થયો હોવા છતા આરોપીઓએ ખોટો વેચાણ દસ્તાવેજ કર્યો છે તો અસલ દસ્તાવેજ ક્યાં છે? ખેતી મંડળીના નામે વેચાણ દસ્તાવેજ બનાવી રેવન્યુ રેકર્ડમાં નોંધપડાવી અને ત્યારબાદ દસ્તાવેજ કર્યો હતો તે દસ્તાવેજ ક્યાં છે?

દસ્તાવેજમાં ખોટી સહીઓ તેમ જ અંગુઠાના નિશાન કોણે કોણે કર્યા તે અંગે હેન્ડ રાઇટિંગ એક્સ પર્ટના અભિપ્રાયની જરૂર છે, આરોપીએ જે સોમેશ્વરા દર્શન ખેતી સહકારી મંડળી લી. બનાવેલ તે મંડળીને લગતા દસ્તાવેજી કાગળો અને તે મંડળી વતી આરોપીએ કેટલી કેટલી અને કઇ કઇ જગ્યાએ મિલ્કતની ખરીદ વેચાણ કરેલ છે તે બાબતે કોઇ જવાબ આપતા નથી અને પોતાની મંડળીના કોઇ દસ્તાવેજી કાગળો રજુ નહી કરી તપાસમાં કોઇ સાથ સહકાર આપતા નથી.

આરોપીએ જ્યારે ખોટા પાવર ઓફ એટર્ની આધારે ફરીયાદીની જમીન સોમેશ્વરા દર્શન ખેતી સહકારી મંડળી લી. વેચાણ આપેલ તે વખતે પોતે આ સહકારી મંડળીમાં કયા હોદ્દા ઉપર હતા અને આ મંડળીમાં પોતાના પરીવારના કેટલા સભ્યો હતા અને તેઓનો આ મંડળીમાં કેટલો હિસ્સો હતો ? આરોપીઓએ જે ખોટો પાવર ઓફ એટર્ની બનાવેલ છે તે કયા સ્થળે અને કોની કોની હાજરીમાં કોના દ્રારા બનાવડાવવામાં આવેલ છે?આરોપીઓએ જે સ્ટેમ્પ પેપરોનો ઉપયોગ કરેલ છે. તે કોની પાસેથી અને કયા સ્થળેથી મેળવેલ છે ? આ કામના આરોપી પોપ્યુલર બિલ્ડર ગ્રુપના માલીક છે અને તેઓ વિરુધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ત્રણ ગુના દાખલ થયેલ છે. જે પૈકી બે ગુના જમીન/મિલ્કત પચાવી પાડવા અંગેના ગુનાઓ છે.

આમ આ કામના આરોપી એક ગુનાહીત માનસ ધરાવે છે અને પોતે કાયદાની આંટી ઘુટી સારી રીતે જાણે છે જેથી આ કામે તપાસમાં કોઇ પણ પ્રકારનો સાથ સહકાર આપતો નથી? સહિતના મુદ્દાની તપાસ માટે રિમાન્ડની જરૂર છે.

ગુનામાં સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા-પોલીસ

રિમાન્ડ અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, રમણ-દશરથ પટેલને ખેતી મંડળી ખેડુત ન હતી જેથી ખેતીની જમીન ખરીદવાનો કોઈ હક અધિકાર ન હતો તે હકીકત આ કામના આરોપી સારીરીતે જાણતા હતા તેમ છતાં સરકારી અધિકારી-કર્મચારીની સાંઠગાઠથી ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી ગુનાહીત કૃત્ય કરી સરકાર સાથે છેતરપીડી કરેલ છે જેથી આ કામમાં તેઓને મદદ કરનાર બીજા અન્ય સાગરીતો કોણ કોણ છે તે બાબતે તપાસ કરવી ખુબજ જરૂરી છે જેમાં આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર