જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના જામીન રદ

આરોપીનો ગુનાઇત ઇતિહાસ છે, તપાસ જારી છે, જામીન નહીં-કોર્ટ

શહેરના સોલા વિસ્તારમાં કરોડની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની જામીન અરજી એડિશનલ સેશન્સ જજ જે.એ.ઠક્કરે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે આવા ગુના નોંધાયેલા છે તેઓ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. આ મામલે તપાસ જારી છે, આરોપીને જામીન આપવામાં આવે તો તપાસ પર અસર પડે અને આરોપી સાક્ષી ફોડે તેવી શક્યતા છે. ત્યારે આવા આરોપીને જામીન આપી શકાય નહીં તેવું પણ કોર્ટે નોંધ્યું છે. નોંધનીય છે કે, રમણ-દશરથ પટેલ સામે એક પછી એક અડધો ડઝનથી વધુ ગુના નોંધાયા છે જેમાં એક પણ કેસમાં તેમને જામીન મળ્યાં નથી.

કરોડની જમીન કૌભાંડમાં સોલા પોલીસે રમણ પટેલને ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી તેમણે જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, મારો કોઇ જ રોલ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન આપવા જોઇએ.

જો કે, મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, થલતેજ ગામમાં રહેતા ખોડાજી ઠાકોરની કરોડો રૂપિયાની જમીન પચાઇ પાડવાનો આરોપ છે, આ જમીન રમણ પટેલ અને દશરથ પટેલે નકલી પાવર-બાનાખત અને વેચાણ દસ્તાવેજના આધારે આ જમીન પચાવી પાડી હતી.

આ કેસમાં આરોપીની મુખ્ય ભૂમિકા છે અને તપાસમાં પણ સહકાર આપ્યો નથી, આરોપી સામે પ્રથમદર્શિય રોલ બનતો હોવાથી આરોપીને જામીન ન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર