મશહૂર અભિનેત્રીનું 22માં માળથી નીચે પટકાતા મોત

હત્યા કે આત્મહત્યા પર સસ્પેન્સ..!

જાપાનની જાણીતી અભિનેત્રી અને સિંગર સયાકા કાંડાનું ઉંચાઈથી પડવાના કારણે મોત નિપજ્યું છે. સયાકા દેશના ઉત્તરી હોક્કાઈડો દ્વીપની એક હોટલમાં રોકાઈ હતી. ત્યાં જ તેની સાથે આ ઘટના ઘટી હતી. માત્ર 35 વર્ષની આ અભિનેત્રીના નિધનથી તેના ફેન્સમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક સમાચાર અનુસાર સયાકાની એજન્સીએ તેમના મોતની પુષ્ટિ કરી છે.

એજન્સીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અભિનેત્રી સયાકા કાંડા દુર્ઘટનાનો શિકાર થઈ છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “સયાકા કાંડાનું અચાનક 18 ડિસેમ્બરે રાત્રે નવ વાગ્યે મોત થયું હતું. અમને આવી ખબર તેમના ફેન્સને આપવાનું દુઃખ છે. અમારા માટે પણ આ ખબર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પરંતુ એ વાત સાચી છે કે સયાકા હવે આપણી વચ્ચે નથી. અમે સંપૂર્ણ જાણકારી ભેગી કરી રહ્યા છીએ અને ઈચ્છીએ છીએ કે મીડિયા હાલ તેમના પરિવારનું ઈન્ટરવ્યૂ ન લે.”

ઘટનાની જાણકારી મળતા જ એક્ટ્રેસને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. હાલ પોલીસ આ મામલાને આત્મહત્યા સાથે જોડીને તપાસ કરી રહી છે. પરંતુ આમાં કોઈ ષડયંત્ર પણ હોઈ શકે તેની શંકા સાથે પણ આગળ વધવામાં આવી રહ્યું છે. ત્યાં જ સયાકા કાંડાના મિત્રોનું કહેવું છે કે બધુ બરાબર જ હતું તે આત્મહત્યા શા માટે કરે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી