ટીવીની લોકપ્રિય ‘અનુપમા’ની માતાનું કોરોનાથી નિધન

રુપાલી ગાંગુલી સહિતના સ્ટારે આપી શ્રદ્ધાંજલિ

ટીવીની લોકપ્રિય સિરીયલ હાલ અનુપમા ટીઆરપીમાં ખુબ ધમાલ મચાવી છે અને શોના દરેક પાત્રએ દર્શકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. પરંતુ હાલ આ શોના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. અનુપમા શોમાં રુપાલિની માતાનું પાત્ર માધવીએ ભજવ્યું હતુ. થોડા દિવસ પહેલા તે કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા. જે બાદ તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે તે ઠીક પણ થઇ રહ્યા હતા. અચાનક તેમની તબિયત બગડી અને રવિવારે બપોરે તેમનું નિધન થઇ ગયું હતું.

માધવી ગોગટેની પૂર્વ કોએક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક ઇમોશનલ નોટ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર માધવી ગોગટેની હસતી તસવીર શેર કરી છે. અને લખ્યું હતું કે, “ઘણું કહેવાનું રહી ગયુ… સદગતિ માધવી જી.” માધવીએ અગાઉ ‘અનુપમા’ શોમાં રૂપાલી ગાંગુલીના પાત્ર અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેમની જગ્યાએ સવિતા પ્રભુને લેવામાં આવી હતી.

પીઢ અભિનેત્રી અને તેની મિત્ર નીલુ કોહલીએ પણ તસવીર સાથે માધવી માટે ઈમોશનલ નોટ લખી હતી. તેણે લખ્યું, “માધવી ગોગટે મારી પ્રિય મિત્ર…ના…મને વિશ્વાસ નથી થતો કે તમે અમને છોડીને ગયા. તારી વિદાયની ઉંમર કેટલી હતી.. તું બહુ નાની હતી..હું હવે ફક્ત તેનો અફસોસ કરી શકું છું.”

માધવી ગોગટે 58 વર્ષની હતી અને તેનું મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું. માધવીએ ફિલ્મો અને ટીવી શોમાં શાનદાર કામ કર્યું છે. તેને અશોક સરાફ સાથેની મરાઠી ફિલ્મ ‘ઘનચક્કર’થી લોકપ્રિયતા મળી હતી. તેમના લોકપ્રિય નાટકોમાં ‘ભ્રમચા ભોપાલા’ અને ‘ગેલા માધવ કુનિકડે’નો સમાવેશ થાય છે.

માધવી ગોગટે ટીવી સિરિયલ્સ તાજેતરમાં મરાઠી ટીવી શોમાં સિરિયલ ‘તુજા માજા જમાતે’થી ડેબ્યૂ કર્યું હતું. માધવીએ ‘કોઈ અપના સા’, ‘ઐસા કભી સોચા ના થા’, ‘કહીં તો હોગા’ અને ‘અનુપમા’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં શ્રેષ્ઠ અને યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

કોરોનાથી થયું મોત
રિપોર્ટ્સ મુજબ કોરોના બાદ માધવીની હાલત ગંભીર હતી. રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ઘણું બધું વણકહ્યું રહી ગયું. સદગતિ માધવીજી. માધવીએ અનુપમા સિરિયલમાં પહેલા અનુપમાની માતાની ભૂમિકા ભજવી હતી. બાદમાં તબિયત ખરાબ થવાના કારણે તેમની જગ્યાએ સવિતા પ્રભુણેએ તેમની જગ્યા લીધી.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી