પોરબંદર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયાની ઓફિસમાં તોડફોડ

CMની મુલાકાત પૂર્વે જ હુમલો થતા રાજકીય માહોલ ગરમાયો

પોરબંદર શહેરના ભાજપ પ્રમુખ પંકજ મજીઠિયાની ઓફિસ પર હુમલો થતા રાજકીય માહોલ ગરમાયો છે. સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલાં હુમલો થતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. કેટલાંક અજાણ્યાં શખ્સોએ ઓફિસના બારી ને દરવાજાના કાચ તોડી ફરાર થઇ ગયા હતાં. આ બનાવની જાણ થતા જ ભાજપના આગેવાન અને સાંસદ રામ મોકરીયા સહિતના આગેવાનો દોડી આવ્યાં હતાં. બાદમાં પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ અગાઉ પણ શહેર ભાજપ પ્રમુખની ઓફિસ પર હુમલો થયો હતો.

મહત્વનું છે બીજી ઓક્ટોબરે મહાત્મગાંધી જયંતિ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાતે લેવાના છે, ત્યારે ભાજપ શહેર પ્રમુખની ઓફિસમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આતંક મચાવનાર આ શક્યોના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ધોળા દિવસે 4 જેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી રહી છે, ઓફિસના દરવાજા, બારી કાચની તોડફોડ કરી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જો કે પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં આ તોડફોડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

તો બીજી તરફ ઘટનાને લઈને શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયાએ જણાવ્યું હતું કે પોતે ખરીદી કરેલી જમીનને લઈને આરોપીઓ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તેને લઈને જ હુમલો થયો છે. હુમલાની આ ઘટનાની જાણ થતા શહેર પ્રમુખને ત્યાં થયેલા હુમલાને લઈને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઘરે દોડી ગયા હતા

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી