પોરબંદર : 150 કરોડના ડ્રગ્સ મામલે પંજાબના ડ્રગ્સ માફિયાનું નામ આવ્યું સામે

7 ઈરાનીઓની 30 કિલો હેરોઇન સાથે ઝડપી પાડ્યા હતા

પોરબંદર નજીક દરિયામાં જુમા હુશેન નામની ઈરાનની બોટમાં કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 150 કરોડની કિંમતનો 30 કિલોગ્રામ હેરોઈન જથ્થા સાથે સાત ઇરાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ આ જથ્થો કયાંથી લાવ્યા અને કોને ડીલેવરી કરવાનો હતો તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, તેવામાં પંજાબના એક ડ્રગ માફિયાનું નામ સામે આવ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

એવી માહિતી પણ સામે આવી છે પોરબંદરમાંથી પકડી પાડવામાં આવેલ ડ્રગ્સ કેસમાં પંજાબના એક ડ્રગ માફિયાનું નામ સામે આવ્યું છે. આ ડ્રગ્સ માફિયા ગુજરાતના એક વ્યક્તિના સંપર્કમાં રહીને ડ્રગ્સને ગુજરાતના દરિયા કાંઠા ઉપર લાવવાની વાત કરી હતી.

પંજાબના એક ડ્રગ્સ માફિયાનું નામ સામે આવ્યું છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. એવી વાત પણ સામે આવી છે કે આ ડ્રગ્સ ગોવાના દરિયા સુધી પહોંચી ગયું હતું અને શ્રીલંકા જઈ રહ્યું હતું પરંતુ એક ફોન કોલથી ડ્રગ્સ બીજી જગ્યા એટલે કે ભારતમાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે દરિયામાં ચેકિંગ હોવાથી ગુજરાત તરફ મોકલવામાં આવ્યા હતા. Atsની તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સને ભારતમાં ઘુસાડવા માટે ટંડેલને ભારતીય કરન્સી પ્રમાણે 2 લાખ મળવાના હતા અને અન્ય લોકોને 1.25 લાખ મળવાના હતા. હાલ ats પંજાબ ડ્રગ્સ માફિયાને પકડવા કાર્યવાહી કરી રહી છે અને જે રડારમાં ats છે. તેમની ધરપકડ બાદ મોટો ખુલાસો થશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી