September 28, 2020
September 28, 2020

પોરબંદર : ફોરેસ્ટ ગાર્ડે જ ખેલ્યો ખૂની ખેલ..! એક પછી એક ત્રણેયને ઉતાર્યા મોતને ઘાટ

ફોરેસ્ટ ગાર્ડને તક મળતા જ બરડા ડુંગર પર એક પછી એક ત્રણેયને મોતને ઘાટ ઉતારી દીધા

પોરબંદરના બરડા ડુંગરમાં વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને અન્ય એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ચોંકવાનારો ખુલાસો થયો છે.  વનકર્મી દ્વારા આ ત્રણેયની હત્યા કરાઇ હોવાની વિગતો સામે આવી છે.

બીટ ગાર્ડ હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષક પતિ કિર્તિભાઈ સોલંકી તેમજ વન વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા નગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવારથી લાપતા બન્યા હતા બાદમાં બે દિવસ બાદ ત્રણેયની લાશ મળી આવી હતી. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામા આવી હોવાનું બહાર આવ્યુ હતું. તપાાસમાં ફોરેસ્ટ ગાર્ડ એલ.ડી. ઓડેદરાએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં હેતલબેન સાથે ઓડેદરાને સંબંધ વધારવો હતો પરંતુ અવારનવાર ઝઘડા થતા હોવાથી તેનો ખાર રાખી બરડા ડુંગર પર એક પછી એક તક મળતા ત્રણેયની હત્યા કરી નાંખી હતી.

2017માં હેતલબેન બીટ ગાર્ડ તરીકે જોડાયા ત્યારે ઓડેદરા સાથે મિત્રતા બંધાઈ હતી. બાદમાં ઓડેદરા હેતલબેન સાથે વધારે સંબંધ રાખવા માગતો હતો. છેલ્લા બે વર્ષથી હેતલબેન અને ઓડેદરા વચ્ચે ઝઘડો ચાલતો હતો. 15 દિવસ પહેલા જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઓડેદરાની પત્ની અને હેતલબેન વચ્ચે પણ ઝઘડો થયો હતો. આ અદાવતને લઇ ઓડેદરાએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

15 તારીખે બાતમીના આધારે ચારેય બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડવા ગયા ત્યારે ડુંગર પર નાગાભાઈ, કિર્તીભાઈ અને ઓડેદરા સાથે હતા. નાગાભાઈ આગળ નીકળી જતા જ ઓડેદરાને તક મળી ત્યારે કિર્તીભાઈને લાકડીથી માથામા ભાગે માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આગળ જઈને ઓડેદરાએ નાગાભાઈની પણ હત્યા કરી નાખી હતી. બાદમાં નીચે આવી હેતલબેનની પણ હત્યા કરી નાંખી હતી.

હાલ આ મામલે પોલીસે આરોપી ગાર્ડ ઓડેદરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 312 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર