પોઝિટિવ ન્યૂઝ : ડીસીપી રાજેશ ગઢિયાએ 14 યુવાનોને PSI બનાવ્યા…

એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઔર પ્રલય ઉનકી ગોદ મેં પલતે હૈ’એ પંક્તિ સાર્થક કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે .દરેક માતા-પિતા પોતાના બાળકોને સારો અભ્યાસ કરાવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી ક્યારેક આર્થિક સંકડામણને કારણે કારકિર્દી ઘડતરમાં પાછળ રહી જાય છે. ગત એક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારી ચાલી રહી છે. સ્કૂલ-કોલેજમાં ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ છે ત્યારે શહેરના ઘણાં વિદ્યાર્થીઓ આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર ,વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્ગદર્શન આપીને તેમને વિવિધ વિષયોનું જ્ઞાન પીરસીને તૈયાર કરવાનું અનેરું કામ શહેરના ઝોન -૪ના ડીસીપી રાજેશ ગઢિયા દ્વારા કરાવાઈ રહ્યું છે.તેમણે કહ્યું કે ,વર્ષ ૨૦૧૨-૧૩માં પોરબંદરમાં અમે ૧૮ યુવાનોને કોચિંગ આપ્યું, તેમાંથી ૧૪ યુવાનો તે વર્ષે યોજાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષા પાસ કરીને પસંદગી પામીને ગુજરાત પોલીસમાં સેવા આપી રહ્યા છે. ત્યારબાદ મારું એસીપી તરીકે અમદાવાદમાં પોસ્ટિંગ થયું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે ,વર્ષ ૨૦૧૭-૧૮માં એફ ડિવિઝન દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એસીપી તરીકે જોડાયો હતો. આ સમયે કોરોના ન હતો ,જેને લીધે ઓફલાઇન રીતે ૯૦થી વધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીને સારા નાગરિક તરીકે જીવનભર પોતાની સેવા આપવાનું માર્ગદર્શન આપ્યું હતું. ડીસીપી તરીકે પ્રમોશન મળ્યા પછી શહેરના કમિશનર સંજય શ્રીવાસ્તવને મળીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું કાર્ય શરૃ કર્યું હતું.

વિગતોમાં હાલમાં તેમની પાસે ૨૦૦ વિદ્યાર્થીઓ છે સાથે શિક્ષણક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતા પીએસઆઇ, પીઆઇ સહિતના ૧૦ કર્મચારીઓની એક ટીમ દ્વારા ઓનલાઇન સવારે ૮થી ૧૦ કલાક સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપીએ છીએ. વિદ્યાર્થીઓને એન્ટ્રસ પરીક્ષાના આધારે એડમિશન આપવામાં આવે છે. અમારો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓને સારા અભ્યાસની સાથે સારા નાગરિક બનાવાનું છે. સમાજના લોકો પોલીસનું નામ સાંભળતા ગભરાઇ જાય છે તે ડર ઓછો થાય અને સારી કામગીરીનો સ્વીકાર કરીને તેમાં સહભાગી બને તો ઘણા વિદ્યાર્થીઓના જીવન ઉજવળ બની જાય છે. શહેરની યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ પુસ્તકો લાવવા માટે સહાય કરે છે. આ સિવાય સમાજના આગેવાનો પણ આવા વિદ્યાર્થીઓને મદદરૃપ બનીને વધુ અભ્યાસ કરવાની પ્રેરણા આપે છે.

તેમના વિશે વધુમાં પુછતા કહ્યું કે ,કોલેજના સમયથી મને વિવિધ પુસ્તકો વાંચવાના ગમતા હતા. દિવસભરના મુશ્કેલભર્યા સમયની વચ્ચે પણ રાત્રે એક કલાક સુધી મહાનુભાવના પુસ્તક વાંચીને આરામ કરું છુ. વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે પરિવારની સાથે પોલીસકર્મીઓનો ઘણો સપોર્ટ છે જેનાથી અમને શિક્ષણ આપવાનું કાર્ય કરવું અમને ગમે છે અને તે માટે સતત પ્રયત્નશીલ પણ બન્યા છીએ.જીપીએસસીની પરીક્ષા પાસ કરીને એસીપી તરીકે એફ ડિવિઝનમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સેવા આપી હતી સમયની સાથે પ્રમોશન મળ્યા પછી ઝોન ૪ના ડીસીપી બન્યો હતો.

 57 ,  2