દિવાળીના ફટાકડા ફૂટ્યા બાદ ફૂટી શકે છે ‘કોરોના બોમ્બ’ – ધડામ…

સિવિલ હોસ્પિટલ દ્વારા સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ

દિવાળીના તહેવારને લઇ છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો અમદાવાદની બજારોમાં ઉમટ્યા છે. કોરોનાના કારણે બે વર્ષ બાદ દિવાળીના તહેવારને લઈને હૈયુ દરાય તેવી ભીડ જોવા મળી રહી છે, આ સાથે લોકો દ્વારા કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન પણ થતું નજરે આવ્યું છે. કોરોનાને કારણે બે વર્ષથી લોકો તહેવાર સારી રીતે ઉજવી શક્યા નથી, ત્યારે દિવાળીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષના મોટા તહેવારને લઈને અમદાવાદમાં ભદ્ર પાથરણા સહિત બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે, આ સાથે જ લોકો દ્વારા કોરોના ગાઈડલાઈન્સનુંલ ઉલ્લંઘન થતું નજરે આવ્યું હતું. તો બીજી તરફ અમદાવાદમાં દિવાળીની ખરીદી માટેની ભીડ જોઈને સિવિલ હોસ્પિટલે તૈયારી કરી લીધી છે. જેમા હોસ્પિટલ દ્વારા 200 વેન્ટિલેટર બેડ અને 900 ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. સાથેજ 3000નો સ્ટાફ પણ ખડે પગે દેવામાં આવ્યો છે.

અમદાવાદમાં આ વખતે દિવાળીની ખરીદી માટે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. તહેવારોને લઈને લોકો હવે કોરોનાને ભૂલી ગયા છે. કોરોના શાંત ભલે પડી ગયો છે પરંતુ હજુ નાબૂદ નથી થયો જેથી અમદાવાદમાં જે રીતે ભીડ એકઠી થઈ છે. તેને લઈને તબીબોએ ચીંતા વ્યક્ત કરી છે.

જોકે તંત્ર પણ હવે તો એકશન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા પણ પરિસ્થિતીને સંભાળવાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ખાસ કરીને તંત્રએ તૈયારીઓ વધારી છે. જેના કેસ વધે તો સારવાર આપવાને લઈને હોસ્પિટલ દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બેદરકારી ન દાખવો, કોરોના હજુ ગયો નથી – ડો. રાકેશ જોષી (સુપ્રિટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ)

હોસ્પિટલમાં 200 વેન્ટિલેટર બેડ, 900 ઓક્સિજન બેડ, અને 3 હાજર લોકોનો મેડિકલ સ્ટાફ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ આ મામલે પોતાની પ્રતિક્રીયા આફતા લોકોને કહ્યું છે કે લોકોએ બેદરાકારી ન રાખવી જોઈએ કારણકે કોરોના હજુ ગયો નથી. લોકોએ વ્યક્તિગત સાવચેતી રાખવી જરૂરી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ગયા વર્ષની દિવાળી લોકોએ ભૂલવી ન જોઈએ. મહત્વનું છે પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલે પણ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ લોકો પરિસ્થિતીને નથી સમજી રહ્યા તે એક ગંભીર પ્રશ્ન છે .

વેપારીઓથી માંડીને લોકો માસ્ક વગર ખરીદી કરવા ઉમટી પડ્યા

તહેવારો આવી રહ્યા હોવાથી ખરીદીની આડમાં લોકો તમામ નિયમો ભુલીને ફરી એકવાર ભદ્ર બજારમાં ઉમટી પડ્યા હતા. જે પૈકી મોટા ભાગનાં વેપારીઓથી માંડીને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. માસ્ક પણ શરમે ધરમે દાઢીથી નીચે રાખેલો હોય તે પ્રકારે બિન્દાસ્ત લોકો ખરીદી કરી રહ્યા હતા. સરકાર પણ હાલ કેસ ઓછા આવી રહ્યા હોવાથી ગત્ત વર્ષની જેમ જ ઢીલી નીતિ રાખી રહી છે. પરંતુ આગામી સમયમાં આ જ નીતિ કદાચ સરકારને ભારે પડી શકે છે.

થલતેજમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ

અમદાવાદ શહેરના થલતેજ વોર્ડમાં એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં આ પરિવારે વિદેશ જવા માટે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં એક કેસ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યો સંક્રમિત થયા હતા. હાલ તો આ તમામ સંક્રમિતોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ આસપાસના લોકોને પણ સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા કોન્ટેક ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાલમાં દિવાળી તહેવાર સમયે સંક્રમણ ફેલાતા તંત્ર અને આસપાસમાં લોકોની ચિંતા પણ વધારો થયો છે.

 69 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી