‘આરોગ્ય મંત્રી ખોવાયા છે…’ સુરતમાં કુમાર કાનાણીના લાગ્યા પોસ્ટર

‘કોઈને મળે તો સુરત સિવિલ હોસ્પિટલ પોહચાડવા અપીલ..’

રાજ્યમાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન સતત આગેકુચ કરી રહ્યું છે અને સૂરત શહેરમાં તો સ્મશાનમાં પણ વેઈટીંગ જેવા દ્રશ્યો હવે સામાન્ય બનતા જાય છે. ત્યારે આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર સૂરતમાં લાગતા ચકચાર મચી ગઈ છે. આમ આદમી પાર્ટીએ કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લગાવ્યા છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટની અસર દિન પ્રતિદિન સતત વધી રહી છે અને ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારની કોરોના સામેની લડાઈમાં કામગીરી મામલે આકરી ટીકા પણ કરી હતી.ત્યારે સૂરતમાં આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા છે.

સુરત મહાનગર પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લગાવ્યા છે.પોસ્ટરમાં કુમાર કાનાણીનો ફોટો લગાવીને લખવામાં આવ્યું છે કે આરોગ્ય મંત્રી ખોવાયા છે જે કોઈને મળે તે સૂરત સિવિલ હોસ્પિટલ તેમને પોહચાડે તેવી વિનંતી…

અત્રે ઉલ્લેખનીય છે કે કુમાર કાનાણી સૂરતની વરાછા રોડ બેઠકના ધારાસભ્ય છે અને રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પણ છે.જો કે રાજ્યમાં કોરોનાના પગલે છેલ્લાં એક સપ્તાહથી વધુ સમયથી વણસેલી સ્થિતિ વચ્ચે તેઓ જાહેરમાં દેખાયા ના હોવાનો દાવો આમ આદમી પાર્ટીએ કર્યો છે.

 41 ,  1