અમારી તો કોઇ જાસુસી જ કરતુ નથી, એવુ ચાલે કાંઇ..?!

ઘણાને ખોટુ લાગ્યું-રાહુલની જાસુસી કરીને શું મેળવવાનું..?

અમકુ નેતાઓ વાંકા ચાલે છે-અમારી જાસુસી કેમ ના થઇ..?

ઇઝરાયલમાં સત્તાપલટાનું તો આ પરિણામ નથી ને..?

જાસુસીમાં ઇઝરાયલ નંબર વન છે…

મંત્રીએ યોગ્ય જ કહ્યું-પ્રેસ રિપોર્ટ કા ટાઇમીંગ દેખો..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

માત્ર 87 લાખની વસ્તી ધરાવનાર યહુદીઓના દેશ ઇઝરાયલનું નામ હાલમાં ઉછળી રહ્યું છે. એમ કહેવાય છે કે જાસુસી ક્ષેત્રે ઇઝરાયલની તોલે કોઇ ના આવે. ઇઝરાયલ દ્વારા જાસુસીના એવા માઇક્રો ઉપકરણો બનાવવામાં આવે છે કે તે જોઇને એમ થાય કે આવા સાધનનો ઉપયોગ પણ જાસુસી માટે થઇ શકે..?

ભારત સાથે ઇઝરાયલના ખૂબ સારા સંબંધો છે. હાલમાં ઇઝરાયલના વિરોધપક્ષના નેતા બેન્જામિન નેતાન્યાહુ વડાપ્રધાન હતા ત્યારે ભારત તેમને ખૂબ ગમતુ. ભારત સાથેની દોસ્તીની ખૂબ દુહાઇ આપતા. લાંચ-ઠગાઇના આરોપસર તેમની સરકાર ગઇ અને 28 જૂન,2021થી તેઓ વિપક્ષના નેતાપદે બિરાજમાન છે. ઇઝરાયલ ભલે યહુદીઓનો અલગ દેશ છે પણ ત્યાં જો વડાપ્રધાન પણ કંઇક આઘુપાછુ કરે તો આવી જ બને. તેનો દાખલો બેન્જામિન છે. વડાપ્રધાનમાંથી વિપક્ષમાં આવી ગયા..!

ઇઝરાયલની એનએસઓ કંપનીએ આજના આધુનિક નેટયુગમાં ઉપયોગમાં લેવાતા સંપર્ક માટેના સાધનો તમામ પ્રકારના મોબાઇલ, લેપટોપમાં વગર આમંત્રણે ઘૂસીને સાધનમાં રહેલી માહિતી ચુપચાપ લઇને મોકલી આપે અને પાછા એ સાધનમાં લાઇવ પણ રહે તેવો માલવેર વિકસાવ્યો છે. જેને પેગાસસ કે પિગાસસ નામ આપવામાં આવ્યું છે.

પેગાસસનો અર્થ પાંખો ધરાવનાર સફેદ અશ્વ થાય છે જે, તેના પર બેસનારને સાતમા આસમાને લઇ જાય છે.ઇઝરાયલની કંપનીએ આ માલવેર કે જાસુસી વાઇરસને આવુ નામ કંઇક સમજી વિચારીને જ આપ્યું હશે. અને તેના નામ પ્રમાણે ભારતમાં વિરોધપક્ષો અને જેમની જાસુસી આ માલવેર દ્વારા એ લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને છે…!

આ આખા મામલામાં સળી કરનાર તો ના કહેવાય પણ દુનિયાને જાણ કરનાર ભાજપના આખાબોલા સાંસદ(મૂળ જનતાપાર્ટીના) સુબ્રમણ્યમ સ્વામી તો ભૂલાઇ જ ગયા. તેમણે જ સંસદના વર્તમાન સત્રના એક દિવસ પહેલા ટ્વીટ કરીને સૌથી પહેલા ધડાકો કર્યો કે વિદેશના અખબારોમાં એક એવા સમાચાર પ્રગટ થવાના છે કે ભારતમાં કોની કોની જાસુસી કરવામાં આવી છે…! તેમની વાત સાચી પડી અને હાલમાં મિડિયામા, રાજકારણમાં, સંસદના સત્રમાં, “પિગાસસ” નામને બદલે “જાસુસી કરવામાં આવી….” એ વાક્ય વધારે ચાલી રહ્યું છે અને એક જણે ચાની કીટલીએ ચા પીતા પીતા બળાપો કાઢ્યો- રાહુલની જાસુસી થાય છે, તેમને હરાવનાર સ્મૃતિ ઇરાનીની જાસુસી થાય છે..અમારી તો કોઇ જાસુસી જ થતી નથી…! એવુ થોડુ ચાલે…?! રાહુલની જાસુસી કરીને શું લેવાનું….? એ ક્યાં પરણેલો છે..? અને ઇરાની તો પરણેલા છે, બાળકો છે, સરકારમાં મંત્રી છે તેમની જાસુસી કરીને શું લેવાનું…? જાસુસી કરવી હોય તો અમારી કરો…છાપાંમાં નામ આવે કે અમારી પણ જાસુસી થઇ..!

પેગાસસ ફોન હેકિંગ વિવાદ એટલે સાદા શબ્દેોમાં જાસુસીકાંડ પર આશંકા મુજબ જ સોમવારે સંસદમાં ભારે હંગામો થયો. મામલાથી નારાજ વિપક્ષને લોકસભામાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો. તેમણે આ અંગેના રિપોર્ટ પર આશંકા વ્યક્ત કરી સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટસનું આવવું સંયોગ ન હોઈ શકે. રવિવારે રાત્રે એક વેબ પોર્ટલ પર ઘણી સનસની ઊભી કરતી સ્ટોરી આવી. આ સ્ટોરીમાં મોટા-મોટા આરોપ લગાવાયા. સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટ સામે આવી. આ સંયોગ ન હોઈ શકે…એવો જવાબ આપ્યો.

જે મંત્રીએ જવાબ આપ્યો એ મંત્રીનું નામ પણ એ કથિત યાદીમાં છે કે પેગાસસ માલવેર દ્વારા જેમની જાસુસી થઇ..! હવે જેમની જાસુસી થઇ હોવનો દવો કરાયો એ જ કહે છે કે નો..નો..એવુ કાંઇ નથી..યે સબ ગલત હૈ…આપ જરા ટાઇમીંગ દેખો કી યે રિપોર્ટ કબ આઇ…! મંત્રીની વાત યોગ્ય છે. સંસદનું સત્ર શરૂ થાય એના એક દિવસ પહેલા જ ધડાકો અને સત્ર શરૂ થયું ત્યારે સદનમાં હંગામા હો ગયા…! અને હંગામો પાછો કેવો..! વડાપ્રધાન મોદીને બોલવા ના દે…! હંગામો કરનારાઓને જોઇને વડાપ્રધાન મનમાં ને મનમાં વિચારતા હશે- કોઇ બાત નહીં…..તુઝે ઐસા મૈં પટકુગા…ચુનાવ કો આને દો….!

સંસદમાં વડાપ્રધાનની સામે વિરોધ કરનારા ચૂંટણી જંગના મેદાનમાં વડાપ્રધાનની રણનીતિ સામે ટાંય…ટાંય..ફિસ્સ થઇ જાય છે. રાહુલને ઇરાનીની સામે અમેઠીમાંથી ભાગવુ પડ્યું હતું અને કેરળના વાયનાડમાંથી જીતવુ પડ્યું. હવે રાયહબરેલીનો વારો…? એ તો ચૂંટણી આવે ત્યારેની વત ત્યારે પણ અત્યારે તો પેગાસસે બધાને દોડતા કર્યાં છે.

સાંસદ સ્વામી ખૂબ પહોંચેલી માયા લાગે છે. તેઓ માણસ છે અર્થશાસ્ત્રના અને માલવેર પેગાસસની મિડિયાની માહિતી ક્યંથી મેળવી હશે…? મિડિયામાં તેમના સોર્સમાંથી કદાજ મેળવી હોય. પમ તેમની માહિતી સાચી પડી અને તેઓ એક બાજુ ઉભા ઉભા જોઇને મરક મરક હસી રહ્યાં હશે….!

સંસદમાં જવાબ આપનાર મંત્રી વૌષ્ણવે જેમ ટાઇમીંગની વાત કહી તેમ ચર્ચા અને એક એવી એક શક્યતા પણ કહી શકાય કે ઇઝરાયલમાં જેઓ ભારતની મિત્રતા જોઇ શકતા નથી એવા કોઇ પરિબળો કે તત્વોએ સંસદના સત્રના પહેલાં જ દિવસે સદનમાં હંગામો થાય તે હેતુથી ભારતને પરેશાન કરવા પેગાસસનો રિપોર્ટ લીક કર્યો હોય તો..? સબકુછ સંભવ હૈ..કેમ કે મામલો જાસુસીનો છે…માલવેરનું નામ પેગાસસ છે અને માલવેર બનાવનાર કંપની ઇઝરાયલની છે..રાફેલની સાથે હવે પેગાસસ પણ ગૂંજ્યા કરશે….!

 58 ,  1