IPS અતુલ કરવાલ NDRFના DG બન્યા

ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીને મહત્વની જવાબદારી

હાલ સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકેડમીમાં ડાયરેક્ટરના પદે ફરજ બજાવી રહેલા IPS અતુલ કરવાલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર શીલ વર્ધન સિંહને CISFના નવા DG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જે બિહાર કેડરના અધિકારી છે, જ્યારે નેશનલ પોલીસ એકેડમીના ડિરેક્ટર અતુલ કરવાલને NDRFના DG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જે ગુજરાત કેડરના અધિકારી છે.

ગુજરાત કેડરના વધુ એક IPS અધિકારીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ નિમણૂક માટે ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અને અન્ય આદેશમાં જણાવાયું છે કે ACC એ અતુલ કરવાલ, IPS (GJ: 88)NDRFના ડીજી તરીકેની નિમણૂકને મંજૂરી આપી છે. જે હાલમાં પોલીસ ડાયરેક્ટર જનરલના પદને અસ્થાયી રૂપે અપગ્રેડ કરીને NDRF ના લેવલ-16 માં પે મેટ્રિક્સના લેવલ-16 માં ડિરેક્ટર, SVP NPA તરીકે કાર્યરત છે. NDRF પોસ્ટમાં જોડાયાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી વ્યક્તિગત ધોરણે ડીજીના સ્તર પર, જે વહેલું હોય તે પ્રમાણે પોતાનો પદભાર સંભાળી શકશે.

આર. હરિ કુમારને ભારતીય નૌસેનાના આગામી અધ્યક્ષ 

તો બીજી તરફ રક્ષા મંત્રાલયે મંગળવારે રાત્રે જાહેરાત કરી કે, પશ્ચિમી નૌસેના કમાન્ડર વાઇસ એડમિરલ આર. હરિ કુમારને ભારતીય નૌસેનાના આગામી અધ્યક્ષ બનાવાયા છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, ભારતીય નૌસેનાના હાલના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ 30 નવેમ્બરે સેવાનિવૃત થશે. આ દિવસે બપોરે હરિ કુમાર પોતાનો પદભાર સંભાળશે. 12 એપ્રિલ 1962ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ આર. હરિ કુમારને જાન્યુઆરી 1983માં ભારતીય નૌસેનાના કાર્યકારી શાખામાં કમીશન આપવામાં આવ્યું હતું.
 

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી