કોરોના કાળમાં કરેલી કામગીરીના ફળ રૂપે પ્રદીપ પરમારને મળ્યું મંત્રી પદ

કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર તરીકેની સારી કામગીરી કરી…

પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભુપેન્દ્ર પટેલને સીધા મુખ્યમંત્રી પદની લોટરી લાગી તે જ રીતે પ્રથમ વખત ધારાસભ્ય બનનાર અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને પણ મંત્રી પદની લોટરી લાગી છે.કોરોના કાળમાં કરેલી વોરીયર્સ તરીકેની કામગીરીના પરિણામ રૂપે મોવડી મંડળે મંત્રી પદથી નવાજયા હોવાનું ભાજપના જાણકારો અને કાર્યકરો જણાવી રહ્યા છે.

ગુરુવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ટીમના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારનું નામ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જેટલું જ ચોકાવનારું છે.કારણ કે પ્રદીપ પરમાર પણ ભુપેન્દ્ર પટેલની જેમ પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા છે અને ભુપેન્દ્ર પટેલ તો કોર્પોરેટર થી લઈને એએમસી ની સ્ટેનડીંગ કમિટીના ચેરમેન અને ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે. જયારે પ્રદીપ પરમાર તો પ્રથમ વખત જ ૨૦૧૭માં ધારાસભ્ય બન્યા હતા.પરંતુ પક્ષના જાણકારો અને હોદેદ્દારોના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં પ્રદીપ પરમારે કરેલ પ્રશંસનીય કામગીરીના ફળ સ્વરૂપે મંત્રી પદની ભેટ મોવડી મંડળે આપી છે.

પ્રદીપ પરમારની સાથે વર્ષોથી પડછાયાની જેમ રહેલા મુકેશ પારસાવાળાએ કહ્યું હતું કે લોક ડાઉન વખતે લોકો જયારે એક બીજા સાથે વાત કરતા પણ ગભરાતા હતા ત્યારે પ્રદીપ પરમારે શ્રમિકોને રહેવા-જમવા અને વતન પરત મોકલવા માટે કરી હતી સર્વોચ્ચ કામગીરી હતી. આ ઉપરાંત સતત બે મહિના સુધી રસોડું ચલાવીને જરૂરિયાતમંદ અને શ્રમિકોને બે સમય જમવાની સગવડ પૂરી પાડી હતી.

આ ઉપરાંત કલાપીનગર ખાતે આવેલી એમની ઓફીસ થકી અનેક શ્રમજીવી પરિવાર અને મતવિસ્તાર તેમજ બહારના લોકોને અનાજની કીટ પણ બે થી ત્રણ વખત પૂરી પાડી હતી. ત્યારબાદ કોરોનાની બીજી લહેર દરમિયાન જયારે ઓક્સીજન અને 108ની 1200 બેડ બહાર લાઈનો લાગતી હતી ત્યારે પ્રદીપ પરમારે 1200 બેડ હોસ્પિટલના દરવાજા બહાર મંડપ બાંધીને 108ના વાહન અને તેના ડ્રાઈવરો અને તેના કર્મચારીઓ માટે ખાવા-પીવાની સુવિધા પણ રાઉન્ડ ઘ કલોક લગભગ એક થી દોઢ મહિના સુધી પૂરી પાડી હતી.જયારે કોરોના કાળથી અત્યાર સુધી તેઓ સતત જરૂરિયાતમંદ લોકો સુધી માસ્ક અને સેનિટાઈઝરની વહેચણી કરતા જ રહ્યા છે. જેના ફળ રૂપે મંત્રી પદ મળ્યું છે.

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી :

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય
જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ,MLA, વિસનગર
પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ
નરેશ પટેલ, MLA, ગણદેવી
પ્રદિપ પરમાર, MLA, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ
કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
કનુ દેસાઇ, MLA, પારડી

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી, MLA, મજૂરા
જીતુ ચૌધરી, MLA, કપરાડા
જગદીશ પંચાલ, MLA, નિકોલ
મનીષા વકીલ, MLA, વડોદરા શહેર
બ્રિજેશ મેરજા, MLA, મોરબી

રાજ્યકક્ષાનાં મંત્રી

કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ
કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
વિનુ મોરડિયા, MLA, કતારગામ
દેવાભાઈ મલમ, MLA, કેશોદ
ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ
આર.સી મકવાણા, MLA, મહુવા

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી