પ્રકાશ રાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ, કર્યું આચાર સંહિતાનું ઉલ્લંઘન

ફિલ્મ અભિનેતામાંથી નેતા બનેલા પ્રકાશ રાજ વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ હોવાના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રકાશ રાજ પર ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

તમને જણાવી દઇએ કે, પ્રકાશ રાજ કર્ણાટકના બેંગલોર સેન્ટ્રલ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. મળતી વિગત મુજબ, અભિનેતા પ્રકાશ રાજે 12 માર્ચના રોજ એમજી રોડ પર મહાત્મા ગાંધી સર્કલ પાસે એક જાહેર સભામાં માઇકનો ઉપયોગ કર્યો હતો અને સાથે સાથે રોડ શો પણ કર્યો હતો.

જો કે અભિનેતા તરફથી જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમ અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો અને તે કોઇ રાજકીય ઘટના ન હતી.

 37 ,  3