September 21, 2020
September 21, 2020

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની ખોટી અફવા ન ફેલાવવા પરિવારજનોની અપીલ

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાથી પરિવાર નારાજ, ખોટી અફવા ન ફેલાવવા કરી અપીલ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત હજુ પણ ગંભીર છે. તેઓ હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમના નિધનની વાત વહેતી થઇ છે. કેટલાક લોકો ખોટા સમાચારો અને પોસ્ટ શૅર કરી તેમના નિધનની અફવા ઉડાવી રહ્યા છે. ટ્વિટર પર પ્રણવ મુખર્જીના નિધનની અફવા ટ્રેન્ડ થઈ રહી છે. પરંતુ પરિવાર અને હૉસ્પિટલ તરફથી એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રણવ મુખર્જી હજુ જીવતા છે અને વેન્ટિલેટર પર છે.

પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠાએ પણ તરત ટ્વીટર પર આ અફવાને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે હૉસ્પિટલ તરફથી મળતા અપડેટ્સ માટે મારો ફોન ફ્રી રહે એવી મારી ઇચ્છા છે એટલે મિડિયાને વિનંતી કે મારા પિતાના મરણની અફવા વિશે પૂછપરછ કરવા મને ફોન કરશો નહીં.

તો તેમના પુત્ર અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને કહ્યું કે મારા પિતાશ્રી પ્રણવ મુખરજી હજુ પણ જીવિત છે અને હેમોડાયનામિક રીતે સ્થિર છે. પ્રતિષ્ઠિત પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલી અટકળો અને ફેક ન્યૂઝથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મીડિયા ફેક ન્યૂઝનું કારખાનું બની ગયું છે. 

જણાવી દઇએ, સોમવારે તબિયત બગડતાં 84 વર્ષના પ્રણવ મુખરજીને ભારતીય લશ્કરની રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને  તેમના પર બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. એ પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો ત્યારે કોરોના પોઝિટિવ હોવાનું પણ જાણવા મળ્યું હતું. બુધવારે તેમને વેન્ટિલેટર પર રાખવાની ડૉક્ટરોને ફરજ પડી હતી. બુધવારે તેમની તબિયત નાજુક હોવાનું જણાવાયું હતું પરંતુ ત્યારબાદ તેમની તબિયત સ્થિર હોવાનું જાહેર કરાયું હતું.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર