September 27, 2020
September 27, 2020

પ્રાંતિજ : બિસ્માર રોડથી વાહન ચાલકો ભારે પરેશાન, તંત્રને ખાડા જ નથી દેખાતા

પ્રાંતિજના હાર્ડ સમાન એપ્રોચ રોડ રોડ બન્યો ખાડારીયો રોડ..! તંત્ર બેખબર

પ્રાંતિજ શહેરના લોકો બિસ્માર રસ્તાઓને લઈ પરેશાની ભોગવી રહ્યા છે. વરસાદને લઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાડાઓ જોવા મળી રહ્યા છે. વરસાદ આવતાજ શહેરના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. શહેરીજનો પોતાના વાહનો લઈને નીકળે છે ત્યારે વાહન કઈ બાજુથી ચલાવવું તે એક પ્રશ્ન બની ગયો છે. સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે રસ્તાઓનું સમારકામ થયા અને મસમોટા ગાબડા પડી ગયા છે તેને તુરંત રીપેર કરવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે. 

પ્રાંતિજના હાર્ડ સમાન એપ્રોચ રોડ બન્યો ખડારીયો રોડ.. એપ્રોચ રોડ ઉપર ઠેરઠેર મોટા મસ ખાડા પડતા હાલ ચોમાસાની ઋતુમાં ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા રોડ ઉપર પડેલ ઠેરઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહેતા રોડ ઉપર અવરજવર કરતા કેટલાય ટુ વ્હીલર વાહન ચાલકોએ ખાડાની ગહેરાઇ માપી છે તો કેટલાય વાહન ચાલકોએ ખાડાઓને લઈને હાથપગ પણ ભાગ્યા છે. તો વાહન ચાલકો વાહનો સાથે નીચે પટકાતા તેમણા વાહનોને પણ નુકસાન થતા વાહનચાલકોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. તો અનેકવાર નાના મોટા વાહન ચાલકો તથા અવરજવર કરતા તથા આ વિસ્તાર ના રહીશો દ્વારા રજુઆતો બાદ પણ હાલતો જેની જવાબદારી છે તે જવાબદાર આરએમબી વિભાગ જાણે કોઇ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેવુ જણાઈ આવે છે.

રોડ અને રસ્તાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. નગરપાલિકા દ્વારા રોડના કામ પણ કરવામાં આવી રહ્યા છે અનેક રોડોને દરવર્ષે રીપેરીંગ પણ કરવામાં આવી રહ્યા છે, છતાં પણ નગરપાલિકાની મિલીભગતના કારણે હલકી કક્ષાના રોડ બની રહ્યા છે. જેથી દરવર્ષ સામાન્ય વરસાદમાં રોડ તૂટી જાય છે અને તેનો ભોગ લોકોને બનવું પડી રહ્યું છે. પ્રાંતિજમાં સામાન્ય વરસાદમાં જ અનેક રોડ તૂટી ગયા છે અને મોટા ખાડા પડી ગયા છે.

તૂટેલા રોડ અને ખાડાઓને કારણે લોકોએ અનેકવાર આ રોડ રસ્તા જલદી રીપેર કરવા માટે નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકાના ને તૂટેલા ખાડાવાળા રોડ દેખાતા નથી ત્યારે જાણે નગરપાલિકા કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

સંજય રાવલ

 18 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર