September 27, 2020
September 27, 2020

પ્રાંતિજ : નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, વ્હીપ મુજબ સમિતિઓના ચેરમેનોની કરાઇ વરણી

બેઠકમાં કારોબારી સહિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રમુખની ચુંટણી બાદ આજે નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોની સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પાર્ટીના વ્હીપ મુજબ સર્વાણુંમત્તે કારોબારી તથા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે ભાજપ શાસિત નગરપાલિકાના વિશાળ સભાખંડમાં ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ, મહામંત્રી ગીરીશભાઈ પટેલ, મહમંત્રી નિકુંજભાઇ રામી પાર્ટી વ્હીપ લઈને આવ્યાં હતાં. નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયાતથા ઉપપ્રમુખ જગદીશભાઇ કિમતાણીની ઉપસ્થિતિમાં ભારતીય જનતાપાર્ટીની વ્હીપ મુજબ કારોબારી તેમજ નગર પાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન પદે રાઠોડ જશોદાબેન નટવરસિંહની નિમણુંક કરવામાં આવી હતી.

જ્યારે જાહેરબાંધકામ સમિતિના ચેરમેન પદે રાજેશભાઈ રતિલાલ ટેકવાણી, નગરઆયોજન સમિતિના ચેરમેન ગીતાબેન બીપીન કુમાર સોની, પાણી પુરવઠા સમિતિના ચેરમેન પદે શિલ્પાબેન મહેશસિહ મકવાણા, આરોગ્ય સમિતિના ચેરમેન દિલીપભાઇ પશાભાઇ રાવળ, દિવાબતી સમિતિના ચેરમેન પદે સીતાબેન બેન ધુળાજી વણઝારા, ગટર યોજના અને ફાયર સમિતિ ચેરમેન પદે મહેબુબખા અહમદખા બલોચ, ટાઉનહોલ સમિતિ પદે રીટાબેન દિલીપભાઇ રાઠોડ, એસ્ટાબ્લીશમેન્ટ સમિતિના ચેરમેન પદે દિપક કુમાર હસમુખભાઇ કડીયા ( પ્રમુખ), ગુમાસ્તા ધારા સમિતિ ચેરમેન પદે રીટાબેન દિલીપભાઇ રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે.

સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના સમિતિના ચેરમેન પદે કોકીલાબેન વિજયભાઇ પટેલ, સ્વચ્છ ભારત અભિયાન સમિતિ ચેરમેન પદે ધવલભાઇ ભાસ્કરભાઇ રાવલ, વસુલાત સમિતિના ચેરમેન પદે મોજીબેન લલ્લુભાઈ રબારી, સમાજ કલ્યાણ સમિતિ ના અને શિક્ષણ સમિતિના ચેરમેન પદે અરવિંદભાઇ કાલીદાસ પરમાર, સ્મશાન સમિતિના ચેરમેન દક્ષાબેન જીતેન્દ્વસિંહ મકવાણા, બગીચા સમિતિના ચેરમેન પદે મોજીબેન લલ્લુભાઈ રબારી જવાબદારી સોપવામાં આવી છે.

આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના સમિતિ ચેરમેન પદે ગીતાબેન સંજય ભાઇ પટેલ, દબાણ અને ઉત્પાદન સમિતિ પદે નયભભાઇ ભરતભાઈ દેસાઇ, ડેવલોપમેન્ટ એન ડ્રાફસ્કીમસમિતિ ગોવિદજી કેશાજીપરમારની સર્વાનુમતે પાર્ટીના વ્હીપ મુજબ વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કારોબારી તેમજ અન્ય સમિતિઓની રચના થતાં હવે નગરના વિકાસ માટે દરેક ચેરમેનોને પોત પોતાના વિભાગોની જવાબદારી અદા કરવા અપીલ કરવામાં આવી હતી. તો વિરોધ પક્ષના નેતા દિપ્તીબેન બ્રહ્મભટ્ટ તથા નિખિલભાઇ પટેલ, રાણાભાઇ સહિત વિપક્ષના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

સંજય રાવલ

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર