September 21, 2020
September 21, 2020

પ્રાંતિજ : ધડીના જીવણપુરામાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ

પત્નીના ચારીત્ર્ય ઉપર વહેમરાખી મોતને ધાટ ઉતારી, હત્યાને આત્મહત્યામાં ખપાવાની કોશિશ કરી

ગુનેગાર ગમે તેટલો સાતેજ હોય પણ તે પોલીસની બાજ નજરથી બચી શકતો નથી આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ધડી ગામના પેટાપરૂ જીવણપુરા ખાતે બન્યો છે જેમાં આરોપીએ પોતાની પત્નીની હત્યા કરી અને આત્મ હત્યામાં ખપાવનાર આરોપી પતિને પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી સમગ્ર ધટનાનો ભેદ ઉકેલી જેલ ના સળીયા ગણતો કરી દીધો.

પ્રાંતિજ તાલુકાના ધડીના પેટાપરૂ જીવનપુરા ખાતે રહેતો અશોકજી અજમેલજી ચૌહાણ પોતાની પત્ની ઉપર અવારનવાર વહેમરાખી પોતે આરોપી અશોકજીની પત્ની મિતલનો ટેલીફોનિક સંપર્ક કરતા દરેક સમયે ફોન વયસ્ત આવતો હોય તે બાબતેની તકરાર કરી તેની પત્ની સાથે બોલાચાલી કરી તેનુ ગળુ દબાવી ટુપો દઇ મારી નાખેલ અને સમગ્ર ધટનાને છુપાવવા માટે અશોકજીએ પોતાની પત્નીએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હોય તેવુ ચિત્ર ઉભુ કર્યુ હતું અને પોતાના ધરે સાડી વડે ધાબાની છતના આકડા ઉપર આત્મ હત્યા કરી હોય તેવુ ઉભું કર્યું.

તો આ અંગેની જાણ પત્ની મિતલ ના પિયર પક્ષે થતા દીકરીના પિતા ચંદુજી રૂમાલજી પરમાર રહે. પુંસરી, નવાનગર તલોદ વાળાઓએ પોતાની દીકરી મિતલ ઉ.વર્ષ-૨૨નું આમ અચાનક ગળેફાંસો ખાઇને આત્મ હત્યા કરી લીધી હોય તે વાત ગળેના ઉતરતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પ્રાંતિજ PI વાધેલા પ્રાંતિજ પીએસઆઇ એ.જે.ચાવડા, એ.એસ.આઇ માનસિંહ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ, હેડ કોન્સ્ટેબલ દેવજીભાઇ, પોલીસકોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ, હેડ પોલીસ કોન્સ્ટેબલ દિપસિંહ સહિતની ટીમ દ્વારા ધટના સ્થળે પહોચી આગળની તપાસ હાથધરી હતી.

જેમાં પ્રાંતિજ પોલીસ ને પણ પહેલી નજરે ગળેફાંસો ખાઇ આત્મ હત્યા કરી હોય તેવું ગળે ઉતરતું નહતું ત્યારે પ્રાંતિજ PI પી.એલ.વાધેલાએ પોતાના ઉપરી અધિકારી અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષક ચૈતન્ય રવીન્દ્ર માંડલીક તથા નાયબ પોલીસ અધીક્ષક કે.એસ.સુર્યવંશીનો ટેલીફોનીક સંપર્ક કરી બનાવ અંગેની સમગ્ર હકીકત જણાવી માર્ગદર્શન મેળવ્યું હતું તો પ્રાંતિજ પીઆઇ પી.એલ.વાધેલા દ્વારા આજુબાજુના લોકોની પુછપરછ કરી મરણ જનાર મિતલના પતિ અશોકજી ચૌહાણની કડક પુછપરછ કરતા આરોપી અશોકજી ભાગી પડયો હતો અને તેણે કહ્યું કે અવારનવાર હું મારી પત્નીના ચારીત્ર્ય ઉપર વહેમરાખી ઝધડા થતા શારીરિક માનસિક ત્રાસ આપતો તો એ દિવસે મરણ જનાર મિતલનો ટેલીફોનક સંપર્ક કરતા તેનો ફોન વ્યસ્ત આવતો હોય તે બાબતે બોલાચાલી થઈ હતી અને તે દરમ્યાન મે જ ગળું દબાવ્યુ હતું અને ટુપો મારી નાખેલ અને સમગ્ર હકીકત છુપાવવા હત્યાને આત્મ હત્યામાં ફેરવી દીધી હતી.

જોકે મરણ જનાર મિતલ ના પિતા ચંદુજી રૂમાલજી પરમાર રહે. પુંસરી નવાનગર તાલુકો તલોદ દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરી તપાસની માંગ કરી હતી ત્યારે પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ-૩૦૨, ૪૯૮(ક) મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથધરી હતો. જેમાં પ્રાંતિજ પીઆઇ પી.એલ. વાધેલા તથા પ્રાંતિજ પીએસસાઇ એ.જે.ચાવડા તથા પોલીસ ટીમ દ્વારા તપાસને લઈને પ્રથમ નજરે જ હત્યા થઈ હોવાની શંકા જતા મરણ જનાર મિતલના પતિ અશોકજી ચૌહાણની કડક પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અને આરોપી પતિ અશોકજી ચૌહાણ ભાગી જતાં કબુલાત કરી હતી.

પ્રાંતિજ પોલીસે આરોપી પતિ અશોકજી ચૌહાણને પકડી જેલ ભેગો કરી જેલના સળિયા ગણતો કયો દીધો છે.

સંજય રાવલ

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર