પ્રાંતિજ નગર પાલિકા અને આર.એન્ડ.બીના સંયુક્ત ઉપક્રમે એપ્રોચરોડ ઉપર સફાઈ અભિયાન

દિવાળી પર્વને ધ્યાને લઈને સફાઈ હાથ ધરવામા આવતા નગરજનોમાં ખુશી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા તથા આર.એન્ડ.બીના સંયુક્ત ઉપક્રમે દિવાળી પર્વ અંતર્ગત એપ્રોચ રોડ ઉપર સફાઈ કામ હાથ ધરવામા આવતા નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાંતિજ નગરમા દિવાળીમા દિવાળી પર્વને ધ્યાને લઈ હાઇવે ત્રણ રસ્તાથી નગરમા પ્રવેશવાના મુખ્ય માર્ગ એપ્રોચરોડ ઉપરની બન્ને સાઈડે થયેલા રેતીના ઢગલા ઉઠાવી લઈને રોડની સફાઈ કામ હાથ ધરવામા આવતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી. નગર પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન અરવિંદભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના આદેશ અનુસાર પ્રાંતિજ નગરના મુખ્ય માર્ગને સ્વચ્છ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. નગર પાલિકા આરોગ્ય સમિતીની કમિટી દ્રારા સફાઈ કામદારોની ટીમ કામે લાગી ગઇ હતી એકઠી કરેલ રેતીના ઢગલા ટ્રેકટરોમાં ભરી જઈને રોડ ઉપર બ્રશ મારવામા આવ્યો હતો તો રોડની સફાઈ હાથ ધરાતા રોડ ઉપરથી રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકો સહિત નગરજનોમાં ખુશી જોવા મળી હતી.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી