પ્રાંતિજ : દબાણ દૂર કરવા પાલિકાએ ફરી પાઠવી નોટિસ, નવ દુકાનો રડાર પર

સ્વામી વિવેકાનંદ શોપીંગ ખાતે દબાણ દૂર કરવા પાઠવી નોટિસ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર ખાતે આવેલ દુકાનમાં કરેલ દબાણનોને લઈને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નવ દુકાન દારોને નોટીસ પાઠવવામાં આવી હતી.

પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટરમાં આવેલ નવ દુકાન દારોને દુકાનમાં કરેલ દબાણો શરતભંગને લઈને પ્રાંતિજ નગરપાલિકાનાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ દ્વારા દુકાન માલિકોને નોટીસ પાઠવવામાં આવી છે. અગાઉ પણ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવા બાબતે નોટીસ પાઠવી હતી અને દબાણ દુર ન થતાં જેસીબી મશીન, ટ્રકટરો અને પાલિકાના માણસો દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે ગયા હતાં અને અંદરો અંદર સમાધાન થતાં ટાઢું પાડયું હતું.

ગાજ્યા મેધ વરસ્યા ન હતા અને આ વખતે શું ફરી નોટીસો આપવામાં આવી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વખતે દબાણ દુર થશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ ફરી પેદા થશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. ત્યારે હાલતો નોટીસ પાઠવવામાં આવતા ફરી સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર ચર્ચાઓમાં આવ્યું છે.

સંજય રાવલ

 68 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર