September 22, 2020
September 22, 2020

પ્રાંતિજ : નગીના વાડી નજીક પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડયા

રાત્રીના સમયે જાહેરમાં જુગાર રમતા છ શંકુનીઓને પોલીસે દબોચી લીધા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગલેચી ભાગોળ પાસે આવેલ નગીની વાડી ખાતે રાત્રીના સમયે જાહેરમાં જુગાર રમતા છ શંકુનીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયા હતાં.

મળતી માહિતી મુજબ પ્રાંતિજના ગલેચી ભાગોળ ખાતે રાત્રીના સમયે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પૈસા પાના વડે તીન પતીનો હારજીત નો જુગાર રમતા છ શંકુનીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડયા હતાં. જેમાં દાવની રોકડ રકમ 7000 તથા પકડાયેલા જુગારીઓને પાસેથી અગજડતી માંથી મળેલ -5000 મળી કુલ-5700 ના મુદ્દામાલ સાથે છ લોકોને દબોચી લીધા હતા,

  • ઇશરાદ ઉર્ફે બાપુ કાદરઅલી સૈયદ રહે.નગીના વાડી નીચે
  • ફીરોજમીયા અહમદ સુમરા રહે.સુમરાવાસ
  • અયુબમીયા યુનુસમીયા મલેક રહે નગીના વાડી ટેકરા ઉપર
  • તાલીબભાઇ મહેમુદભાઇ શેખ રહે. નગીનાવાડી (વ્હોરવાડ)
  • અબ્દુલ લલતીફ અબ્દુલ કાદર વણીયાર નગીના વાડી (ચોપાટી)
  • અકબરમીયા અલ્લારખા મીર્ઝા નગીના લાડી ટેકસ નીચે

પ્રાંતિજ પોલીસે જુગાર ધારા-12 મુજબ ગુનોનોધી અટકાયત કરી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ માવજીભાઈ દ્વારા હાથ ધરવામાં આવી હતી

સંજય રાવલ

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર