પ્રાંતિજ : લ્યો બોલો, દિવાળી આવીને એશિયન કંપનીમાં આગ લાગી

કંપની વીમો પકવવા વર્ષમા એક બે વાર આગ લાગી જતી હોય છે?

પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ એશિયન ગ્રેનીટો ઇન્ડીયા લિમિટેડ કંપની ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ટાળેજ કંપનીમા આગ લાગતા પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ દોડી આવી લાગેલ આગ હોલવી હતી જોકે આગ લાગી કે લગાડીએ ઉચ્ચ તપાસ થાય તોજ બહાર આવે તેમ છે પણ એતો ચોક્કસ છે કે દિવાળી આવેને એશિયન ફેક્ટરીમાં આગ ના લાગે એવુ બન્યુ નથી ત્યારે આગ જે જગ્યાએ લાગી તે કોલસાના સ્ટોરેજ પાસે ના પ્લાનમા લાગી હતી.

સૂત્રોધ્ધારા મળતી માહિતી મુજબ જે પ્લાન મા આગ લાગી તે પ્લાન બધ છે અને માજુ માજ અડીને બીજા મશીન દ્રારા પ્લાન ચાલુ હતો તો બંધ પ્લાનમા મશીન મા આગ કેવી રીતે લાગે જેવા અનેક પ્રશ્નોએ ચર્ચાઓએ હાલતો જોર પકડયુ છે તો જે જગ્યાએ આગ લાગી તે જગ્યાએ ફાયરની કોઇ સુવિધાઓ ના હોય અને ફાયર સેફ્ટી ખાલી પાઇપ લાગી છે તે પણ વર્ષોથી ટુટી ગયેલ હોય તેવુ જણાઈ આવે છે ત્યારે જો પ્લાન ચાલુ હોયતો ફાયર સેફટીની સુવિધા કેમ નથી અને જો પ્લાન બંધ હોયતો પ્લાનમાં આગ કઇ રીતે લાગી જેવા અનેક સવાલો હાલતો ચર્ચાનો વિષય બન્યા છે તો ફાયર સેફ્ટી ના હોય અને જો પ્લાનમા કામ કરતા કર્મચારી કે અન્ય કોઇ કર્મચારીઓનેની જાનહાની થાય તો શુ? ત્યારે માત્ર હાલતો પ્રથમ નજરે જ જોતા આગ માત્ર વિમા માટે લાગી હોય તેવી સ્પષ્ટ પણે જોઇ શકાતુ હતુ.

આગ લાગી ત્યારે જે ફાયર સેફ્ટીના બોટલોનો ઉપયોગ કરવામા આવ્યો હતો તે પણ ૨૦૧૭ની હોવાનુ કેમરામા કેદ થયુ હતુ તો આગ જે જગ્યાએ લાગી તે કોલસાની ગોડાઉન હોવાછતા અહી કોઇ ફાયર સેફ્ટીની સુવિધા હતી નહી જેથી ફાયર એનઓસી પણ આપી તો કંપનીને કઇ રીતે આપવામા આવી છે એ પણ એક પ્રશ્ન છે ત્યારે ફાયર વિભાગના ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહ દેવડાને ફાયર સેફ્ટી અંગે પુછતા તેવોએ જણાવ્યુ કે આગ કઇ રીતે લાગી એ તો તપાસ બાદ ખબર પડે તો ફાયર સેફ્ટીની બોટલ જુની હોવાનુ પુછતા તેવોએ જણાવ્યુ કે એ પણ તપાસ બાદ ખબર પડશે તો આજ ફેક્ટરીમા વર્ષમા એક બે વાર આગ લાગે છે ત્યારે જોવાનુ એ રહ્યુ કે આગ કઇ રીતે લાગે છે અને ફેકટરીમા આગને લઈને ફેક્ટરીની કોઇ સુવિધાઓના હોવા છતાંય આ ફેક્ટરી મા આગના વિમા કઇ રીતે પાસ થઈ જાય છે તેવી અનેક ચર્ચાઓએ હાલતો જોર પકડયુ છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી