પ્રાંતિજ : મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો વળી ગયો

ડીપોઝીટ પેટે અધિકારીના ટેબલ ઉપર 2 રૂપિયા સિક્કાનો કર્યો ઢગલો

રાજ્યમાં કુલ 10,882 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુરા ખાતે ગામ પંચાયતની ચુંટણીને લઈને એક મહિલા પોતાના સમર્થકો સાથે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને સરપંચ માટેનુ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ તો ડીપોઝીટ પેટે આપવામા આવતી રકમ સાથે લાવેલ પરચુરણ દ્વારા ભરી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જેની બાદ 6 ડિસેમ્બરે ફોર્મ તપાસવાનો છેલ્લો દિવસ છે અને 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે.

પ્રાંતિજ તાલુકામા આવેલ ગ્રામપંચાયતોની ચુંટણી માટે હાલ સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવામા આવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ તાલુકામા સરપંચ થવા માટે હાલતો સરપંચ ઉમેદવારોનો રાફડો ફાટયો છે અને તેની સાથે ટેકેદારો પણ ઉપસ્થિત રહેતા તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત ઉમેદવારો તથા ટેકેદારોના ટોળી ટોળા ઉમટી પડતા હતા.

પ્રાંતિજ તાલુકાના ફતેપુર ખાતે રહેતા ભગવતી બેન મુકેશભાઈ પંચાલ કે જેવો પોતાના સર્મથકો સાથે આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પોતે પોતાનુ સરપંચ માટેનુ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. તેવોએ પોતાની ડીપોઝીટ ભરવા માટે લાવેલ પરચુરણ બેના સિક્કાઓ ડીપોઝીટ પેટે આપી હતી. પરચૂરણ જોઈને અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા અને પરચુરણ ગણતા પરસેવો છુટી ગયો હતો.

નોંધનીય છે કે, 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન યોજાશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે.ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. જેમાં સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. તેમજ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. જયારે 24 ડિસેમ્બરે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી