September 23, 2020
September 23, 2020

પ્રાંતિજ : નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના બન્ને ઉમેદવારોની બિનહરીફ વરણી

પ્રમુખ તરીકે દિપકભાઇ હસમુખભાઈ કડીયાની વરણી, જ્યારે ઉપ્રમુખ તરીકે જગદીશભાઇ લછુમલ કિમતાણીની વરણી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પ્રાંતિજ-તલોદના પ્રાંન્ત અધિકારી સોનલ બા પઢેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી.

પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પ્રાંતિજ તલોદના પ્રાંન્ત અધિકારી સોનલ બા પઢેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાવાની હતી પણ ચુંટાયેલા 24 કોર્પોરેટરોમાથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માત્ર એક-એક ફોર્મ ભરાયાં હતાં તથા અન્ય કોઇ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ના ફોર્મ ભરાયાં હતા નહી. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પ્રમુખ ઉપપ્રમુખના નામના મેન્ડેટ ચુંટણી અધિકારીને આપ્યું હતું.

તો પ્રમુખ ઉપપ્રમુખ માટે અન્ય કોઇ ફોર્મ ના ભરાતા ચુંટણી અધિકારી સોનલ બા પઢેરીયા દ્વારા પ્રમુખ તરીકે દિપકભાઇ હસમુખભાઈ કડીયા તથા ઉપપ્રમુખ તરીકે જગદીશભાઇ લછુમલ કિમતાણીને બિનહરીફ જોહેર કરવામાં આવ્યા હતાં. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો દ્વારા પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને પાર્ટીના આદેશને શીરો માન્ય ગણ્યો હતો.

પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલ હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા આવ્યા હતાં તો કોગ્રેસ અને અપક્ષ કોર્પોરેટરો દ્વારા પણ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલહાર પહેરાવી ને અભિનંદન પાઠવ્યા હતા.

સંજય રાવલ

 71 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર