પ્રાંતિજ પોલીસે ઉકેલ્યો ચોરી, લુંટનો ભેદ..

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે ચોરી લુંટ ના ૧૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પ્રાંતિજ પોલીસે પકડી જેલ ભેગા કરી ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં ધર ફોડ ચોરી તથા લુંટ ના ગુનાઓને ડામવા તથા ચોરીનાં ગુનાઓને શોધી કાઢવા માટે સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સૂર્યવંશી ની સુચનાઓથી સાબરકાંઠા જિલ્લામાં બનતા ચોરીનાં ગુનાઓને રોકવા તથા ગુન્હાઓ શોધી કાઢવા તથા ગુનાઓ અટકાવવા સુચના કરવામાં આવી હતી

જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર કે.એસ.બ્રહ્મભટ્ટ ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ પીએસાઇ એ.વી.જોષી , પ્રાંતિજ પીએસાઇ કે.એસ.ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ માનસિંહ મનવંતસિંહ , હેડ કોન્સ્ટેબલ દેવજીભાઇ નરસિંહભાઇ સહિતની સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી રાત્રી ના પેટ્રોલિંગ માં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે સાદોલીયા ગામના પાટીયા નજીક ટીમ રેકીમા હતા.તે દરમ્યાન એક મોટર સાયકલ શંકાસ્પદ લાગતાં પોકેટકોપ મોબાઈલ થી ચેક કરતાં તથા તેના ચાલક ની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ ના મળતા બાઇક ચાલક તથા તેની પાછળ બેઠેલ ઇસમ ને વધુ પુછપરછ માટે ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી પુછપરછ દરમ્યાન બન્ને ઈસમો એ ચોરી, લુંટની કબુલાત કરી હતી.

ચોરી,લુંટ સહિતનાં ત્રણ ગુનાઓની કબુલાત કરતા બન્ને આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે પ્રાંતિજનાં દલપુર પાસેથી રીક્ષા જેની કિંમત-૭૫૦૦૦ ની લુંટ કરી હોવાનું કબુલ્યુ હતું તો રીક્ષા ચાલકનો મોબાઈલ જેની કિંમત-૩૦૦૦ તથા પીપલોદી ગામેથી ચોરી હતી તેમજ બાઇક જેની કિંમત- ૧૬૦૦૦ તથા સાદોલીયા પાસેથી એલ ઇ ડી ટીવી જેની કિંમત ૯૫૦૦ મળી કુલ ૧૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે મનુસિહ ઉર્ફે જીલો જગતસિંહ પરમાર રહે.દલપુર તા. પ્રાંતિજ તથા કેતન તે ગલબાજી કોદરજી મકવાણા નો પાલક પુત્ર રહે. દલપુર તા.પ્રાંતિજ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી .

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી