પ્રાંતિજ: ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવની પૂજા કરી પાણીમાં પધરાવ્યા

સાબરકાંઠા જિલ્લાનાના પ્રાંતિજ તપોધન ફડી ખાતે રહેતી મહિલાઓ દ્વારા મેઘરાજાને મનાવવા માટે ઢુઢીયા બાવજીની મૂર્તિ બનાવી ધરે-ધરે ફરી શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દાદાને પાણીમાં પધરાવ્યા છે.

ચોમાસાના આગમનને એક મહિનો વિતી ગયો અને શરૂઆતમાં વાયુ વાવાઝોડા ને લઇને માત્ર પ્રાંતિજ સહિત તાલુકામાં નવ ઇચ મોસમનો વરસાદ ખાબક્યો છે. અને અચાનક મેઘરાજા જાણે રીસામણાં લીધાં હોય તેમ તાલુકા જિલ્લા સહિત ગુજરાત ભરમાંથી ગાયબ થઈ જતાં હાલતો વગર વરસાદે જગતના તાત સહિત સૌકોઈ ચિંતીત જોવા મળી રહ્યું છે.

ત્યારે પ્રાંતિજ તપોધન ફળી ખાતે રહેતી મહિલાઓ દ્વારા મેઘરાજાને મનાવવા ઢુઢીયા બાવજીની મૂર્તિ બનાવી તપોધન ફળીમાં ધરે-ધરે જઇ ઢુઢીયા બાવજીને પાણીથી નવડાવ્યા હતાં. ત્યાર બાદ તપોધન ફળી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ વિશ્વનાથ મહાદેવ દાદાને પાણીમાં પધરાવ્યા હતા.

ભગવાન ભોળા શિવ પાસે સારા વરસાદની માંગણી કરી હતી તો મંદિર પાસે વરસાદ માંગવા માટે રામધૂન પણ બોલાવી હતી અને મહિલાઓએ ભગવાન શિવ પાસે વરસાદ આપવા માટે આજીકા કરી હતી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી