September 27, 2020
September 27, 2020

સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો, જો ન ભરે તો જવું પડશે જેલમાં

અપમાન બદલ દોષિત સાબિત થયેલા વકીલ પ્રશાંત ભુષણને 1 રૂપિયાનો દંડ

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે અનાદર કેસમાં એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં દંડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. દો દંડ ન ભરે તો તેવા સંજોગોમાં તેમને 3 મહિનાની જેલની સજા અને 3 વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરવા પર રોક લગાવવામાં આવશે.

ગત સુનાવણીમાં પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ મામલે સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ટ્વિટ ભલે અપ્રિય લાગે પણ અનાદર નથી.  ત્યારબાદ કોર્ટે ભૂષણના વકીલને જ પૂછ્યું હતું કે તમે સલાહ આપો કે ભૂષણને શું સજા આપવી જોઈએ? સુપ્રીમ કોર્ટે ગત મંગળવારે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. 

14 ઓગસ્ટે કોર્ટે આ ટ્વિટ પર પ્રશાંત ભૂષણનું સ્પષ્ટીકરણનો અસ્વીકાર કરતાં તેમનો કોર્ટની અનાદરનો દોષી કરાર કર્યા હતા. કોર્ટે ભૂષણને કોઈ શરત વગર માફી માંગવા માટે સમય આપ્યો હતો, પરંતુ તેઓ માફી માંગવાનો ઇન્કાર કરી દીધો હતો.

શું છે સમગ્ર મામલો ?

બે ટ્વિટમાં કોર્ટનું કિથત અપમાન બદલ સર્વોચ્ચ અદાલતે ભુષણે કોર્ટની માફી માગવા કહેતા વરિષ્ઠ વકીલે તેનો ઇનકાર કર્યો હતો અને પછી 25 ઓગસ્ટે વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કોર્ટને તેને સજા ન આપી ‘ ન્યાયીક રાજ નીતિજ્ઞાતા’ દર્શાવવા અને ભુષણને શહીદ ન બનાવવાની અપીલ કરી હતી. ભુષણની સજાનો ઓર્ડર અનામત રાખી સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની બેન્ચના જસ્ટિસ અરૂણ મહેતાએ લગભગ ત્રણ કલાક ચાલેલી દલીલોના અંતે ભુષણને પૂછ્યું હતું તમે શા માટે માફી માગતા નથી ? ઉલ્લેખનીય છે કે જસ્ટિસ મહેતા બીજી સપ્ટેમબરે નિવૃત્ત થઇ રહ્યા છે. 14 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ભુષણને તેમના બે ટ્વિટ બદલ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ હેછળ સુરવાર ઠેરવ્યા હતા. 25 ઓગસ્ટે ભુષણ વતી કોર્ટમાં હાજર રહેલા રાજીવ ધવને કોર્ટને આ કેસ બંધ કરવા સૂચન કર્યું હતું. તેમણે તો આ વિવાદનો અંત લાવવાની પણ અપીલ કરી હતી.

આ મામલે સુપ્રીમ કોર્ટે ભૂષણને 1 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બર સુધી 1 રૂપિયાનો દંડ જમા કરાવવા માટે કહ્યું છે.

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર