પ્રશાંત કિશોરના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- વિપક્ષનું નેતૃત્વ એ કોંગ્રેસનો દૈવિય અધિકાર નથી

‘કોંગ્રેસ છેલ્લા 10 વર્ષમાં 90 ટકા ચૂંટણી હારી…’

દેશના રાજકારણમાં વિપક્ષના નેતૃત્વ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આ વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની પ્રતિક્રિયાએ ભર શિયાળે ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ નેતૃત્વ પર સીધો પ્રહાર કરતા પ્રશાંત કિશોરે જણાવ્યું કે, કોંગ્રેસ છેલ્લા 10 વર્ષમાં 90 ટકા ચૂંટણી હારી છે. આવી સ્થિતિમાં વિપક્ષનું નેતૃત્વ કોંગ્રેસનો અધિકાર ન હોઈ શકે.

પ્રશાંત કિશોરે ટ્વિટ કરી જણાવ્યું કે, મજબૂત વિપક્ષ માટે કોંગ્રેસ જે વિચાર અને વિગત રજૂ કરે છે તે મહત્વપૂર્ણ છે, પરંતુ વિપક્ષનું નેતૃત્વ એ કોંગ્રેસનો દૈવિય અધિકાર નથી. જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં તેની 90 ટકા ચૂંટણીઓ હારી જાય છે. વિપક્ષના નેતૃત્વને લોકશાહી ઢબે નિર્ણય લેવા દો.

TMC માટે પ્રશાંત કિશોરનું નિવેદન સંજીવની

બંગાળની ચૂંટણીમાં જંગી જીત બાદ મમતા બેનર્જી રાષ્ટ્રીય સ્તરે પોતાની પાર્ટીને વિસ્તારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ માટે મમતા બેનર્જીએ ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓને તોડવાનું શરૂ કરી દીધું છે. તે શરદ પવાર તેમજ પ્રાદેશિક પક્ષના ઘણા મોટા નેતાઓ સાથે મુલાકાત કરી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાંત કિશોરનું આ નિવેદન તૃણમૂલ કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.

અગાઉ પણ પીકેએ રાહુલ ગાંધી પર કર્યા હતા પ્રહાર
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પ્રશાંત કિશોરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ હવે ઘણા દાયકાઓથી ક્યાંય જઈ રહ્યું નથી, અને રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેમને તેનો ખ્યાલ નથી.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી