ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગમખ્વાર અકસ્માત, બોલેરો કાર ટ્રકમાં ઘૂસી જતા 14 લોકોના ઘટનાસ્થળે જ મોત : Video

બોલેરો ગાડી બેકાબૂ થતા રોડ પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ, જેમાં 14 જાનૈયાઓએ જીવ ગુમાવ્યો

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જીલ્લામાં મોડી રાત્રે થયેલા ભિષણ અકસ્માતમાં 14 લોકોના મોત નિપજ્યાં હતાં. લખનૌ-પ્રયાગરાજ હાઈવે પર ઝડપભેર બોલેરો એક ટ્રકમાં ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં મૃત્યુપામનારાઓમાં 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માતને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. યોગી આદિત્યનાથે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળ પર પહોંચ્યા અને પીડિતોને શક્ય તેટલી તમામ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.

આ અકસ્માત માનિકપુર પોલીસ સ્ટેશનની હદના દેશરાજ ઈનારામાં થયો છે જ્યાં જાનૈયાઓથી ભરેલી બોલેરા અનિયંત્રિત જઈને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાઇ ગઈ. આ ભીષણ અકસ્માતમાં 14 જાનૈયાઓના મોત થયા છે. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ ડ્રાઇવરને ઝોંકું આવી ગયું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ.

તમામ મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મળતી માહિતી મુજબ 12 જાનૈયા કુંડા કોતવાલીના જિગરાપુર ચૌસા ગામના રહીશ છે. જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહિશ હોવાનું કહેવાય છે. 

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર