પ્રાંતિજ:દલિત અધિકાર મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દલિત અધિકાર મંચ પ્રાંતિજ તથા સમગ્ર અનુસૂચિ જાતિના પ્રતિનિધિઓ દ્વારા પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઇને પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.તાજેતરમાં જ તુધલકા બાદ ન્યુદિલ્હી ખાતે આવેલ ૬૦૦ વર્ષ જુનુ અને ઐતિહાસિક ગુરૂ રવિદાસ મંદિરને ડીડીએ દ્વારા તોડી પાડવામા આવ્યું હતું.

આ દેશના ગુરૂ રવિદાસજીમાં શ્રધ્ધા અને આસ્થા ધરાવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઇ છે. તથા અમોને અન્યાય થયો હોવાનું પ્રતિત થયું છે તો સંતોમાં એકમાત્ર સંત શિરોમણિ ગુરૂ રવિદાસ જીની હયાતીમાં તેમના દિવ્ય જ્ઞાનથી પ્રસન્ન થઈ તત્કાલીન દિલ્હી શાસક સિકંદર લોધીએ તેઓને આ જમીન દક્ષિણામા આપેલ હતી. ત્યારે આ ઐતિહાસિક વારસાનું જતન કરવાના બદલે તેનું ડિમોલેશન કરવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરી ખૂબજ ગંભીર પ્રકારનું ધોર નિંદનિય કૃત્ય કરી મહાપાપ કર્યું છે.

સંત શિરોમણિ ગુરૂ રવિદાસજી મંદિર પુન:સ્થાપિત થાય તેવી માંગણી સાથે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને શિરેદદારને તથા મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ ઇનચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી .

પ્રતિનિધિ :સંજય રાવલ, પ્રાંતિજ.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી