પ્રાંતિજ :જન્માષ્ટમીની ધામ ધૂમ પૂર્વક કરાઇ ઉજવણી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષ્ણ જન્મને લઇ કુષ્ણ મંદિરો સહિત શેરીઓ ગલીઓમાં અને મહોલ્લાઓમાં રાત્રીના 12નાં ટકોરે ઠેર-ઠેર મટકી ફોડનાં કાર્યક્રમો યોજાયા હતાં .

પ્રાંતિજ સહિત તાલુકામાં કુષ્ણ જન્મ ને લઇને સવારથીજ વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ હાથધરવામાં આવીહતી દિવસ ભર નંદ મહોત્સવ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતાં અને રાસગરબા,ભજન સહિત રાત્રીના બારના ટકોરે મટકી ફોડનો કાર્યક્રમો યોજાયા હતાં

લાલદરવાજા,રેલ્વે સ્ટેશન,ગુર્જરનીપોળ,વિશ્વકર્મા મંદિર, વેરાઇ માતાનું મંદિર સહિત વિવિધ યુવક મંડળીઓ દ્રારા મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતાં અને 12 વાગ્યાના ટકોરે મંદિરની અંદર બનાવેલ કુટીરોમાં કુષ્ણનો જન્મ પછી ધોડીયામાં ભગવાન કૃષ્ણેને હિંચકે ઝુલાવવા માટે પણ ભકતોની પડાપડી જોવા મળી હતી. અને જય કનૈયાલાલકીની ધુન સાથે આખુંય વાતાવરણ ભક્તિમય બની ગયુ હતું. તો પ્રાંતિજ ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે પણ વૈષ્ણવ સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

પ્રતિનિધિ : સંજય રાવલ, પ્રાંતિજ.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી