સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૧ વીજચોરીના કનેકશન ઝડપાયા તો પ લાખ ૫૭ હજાર નો દંડ ફટકારવવામા આવ્યો . મહેસાણા એડીશનલ ચીફ એન્જીનીયર તથા જિલ્લા હિંમતનગર વર્તુળ કચેરી તેમજ વિભાગય કચેરીના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ ડેપ્યુટી એન્જીનીયર,જુનીયર એન્જીનીયર,સહિત પ્રાંતિજ તાલુકામાં ૧૬ ટીમો બનાવી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વ્હોરવાડમાંથી ૧૩ વીજચોરીના કનેકશનો તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૮ વીજચોરીના કનેકશનો મળી કુલ-૪૧ વીજચોરીના કનેકશનો ઝડપાયા હતાં. જેમાં કુલ ૫ લાખ ૫૭ હજાર નો દંડ ફટકારવવામા આવ્યો હતો. તો અચાનક વીજ કંપની દ્વારા વહેલી સવારે અચાનક ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રતિનિધિ : સંજય રાવલ,પ્રાંતિજ.
35 , 1