પ્રાંતિજ : કપિરાજનો આતંક,આધેડ મહિલાને અડફેટે લેતા બન્ને હાથ ફેક્ચર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આધેડ મહિલા ને કપિરાજે અડફેટે લેતા આધેડ મહિલાને બન્ને હાથે ફેક્ચર થયું છે. પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ રાવળવાસ ખાતે છેલ્લા બે-ત્રણ દિવસથી કપિરાજના ટોળાઓએ આંતક મચાવ્યો છે.


રાવળવાસ ખાતે રહેતા આધેડ મહિલા શાન્તાબેન શામળભાઈ કે જેવો પોતાના મકાનના ધાબા ઉપર બેઠાં હતાં. તે દરમ્યાન અચાનક કપિરાજનું ટોળું આવી કુદાકુદ કરવા લાગ્યું હતું. ત્યારબાદ શાન્તાબેનને અડફેટે લેતાં તેવો નીચે પાડી દીધા હતા અને તેમના બન્ને હાથે ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. તો તેવો ના બન્ને હાથે ફેક્ચર થતાં હાલતો કપિરાજ ના આતંક ને લઇને આજુ-બાજુના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પ્રતિનિધિ: સંજય રાવલ, પ્રાંતિજ.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી