પ્રાંતિજ : પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મેનબજારમાં રાત્રીના સમયે દુકાનના પાછળના ભાગેથી બારી તોડી દુકાનમાં ધુસીને ૪૩૦૦૦ ની ચોરી થઇ હોવાની ફરીયાદ દુકાન માલિક દ્વારા પોલીસને કરતાં પ્રાંતિજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને પકડી પાડયા હતાં, તો ચારેય આરોપીઓ પાસેથી રોકડ રકમ પરચુરણ જપ્ત કરી જેલ ભેગા કર્યાં .પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હરિશચંદ્રસિંહ, વિપુલભાઇ, વસંતભાઇ સહિતની ટીમ દ્વારા આ પહેલા પણ બે ધરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા હતા.પણ પ્રાંતિજ પોલીસના ટાઉન પોલીસ કોન્સ્ટેબલ હરિશચંદ્ર દ્વારા આરોપીઓને પકડી આરોપીઓ પાસેથી મુદ્દામાલ ઝડપી મૂળ માલિકને પરત શોપવામાં આવ્યો હતો.

પ્રાંતિજના હાર્દ સમાન દેસાઇની પોળ ખાતે આવેલ મેનબજારમાંથી રાત્રીના સમયે શ્રી કૃષ્ણ દુધની દુકાનની પાછળની બારી તોડી ગલ્લામાં મુકેલ અલગ-અલગ દરની ચલણી નોટો તથા પરચુરણ મળીને કુલ ૪૩૦૦૦ રૂપિયાની રકમ કોઇ અજાણ્યા ચાર ઈસમો દ્વારા દુકાનમાંથી ચોરી કરી લઇ ગયાની ફરીયાદ દુકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરતાં પ્રાંતિજ પીઆઇ કે.એસ.બ્રહ્મભટ્ટના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ ટાઉન સહિતની ટીમ ધટના સ્થળે આવી તપાસ વધુ હાથ ધરી હતી. દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા તથા આજુબાજુમાં દુકા માં લાગેલ સીસીટીવી કેમેરા ફૂટેજ લઇને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને પ્રાંતિજ બારકોટ વિસ્તારના પકડીને ચારેય આરોપીઓના ધરે થી ચોરીનો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓને જેલ ભેગા કર્યાં છે, તો પોલીસની આ કામગીરીને વેપારી તથા તેના પરિવાર સહિત નગરજનો એ પણ બિરદાવી છે.

પ્રતિનિધિ: સંજય રાવલ, પ્રાંતિજ.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી