પ્રાંતિજ: રખડતી ગાયોના ત્રાસને કારણે અકસ્માતનું જોખમ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાય સમયથી રખડતી ગાયોનો ત્રાસ વધી જતાં વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે પ્રાંતિજ ન.પા. ઘોરનિદ્રામાં હોય તેવું લાગી રહ્યુ છે. પ્રાંતિજખાતેછેલ્લાંએકમહિનાથીભાખરીયાબસસ્ટેશન,શાકમાર્કેટ,ત્રણરસ્તા,એપ્રોચરોડ,બજારચોક વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચોવચ રખડતી ગાયો અડીંગો જમાવીને બેસે છે.

કેટલીકવાર તો રોડ ઉપર થી પ્રસાર થતાં અચાનક ગાય કુદી આવતાં વાહન ચાલકો જમીન માપતા પણ થાય છે અને વાહન ચાલકો ને શરીરે ઇજાઓ પોહચે છે તો અવર નવર પાલિકા માં રજુઆતો છતાં પ્રાંતિજ પાલિકા ની ઉગ ઉગતી નથી જેથી હાલતો જાણે પાલિકા ઘોરનીદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યામાં વધારો થયોછે તો નગરજનો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતા પ્રાંતિજ ન.પા. ને કાંઈ જ ફરક પડ્યો નથી. બીજીબાજુ કોઇ જાનહાની થાય તેવી રાહ જોવાતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે .

પ્રતિનિધિ : સંજય રાવલ, પ્રાંતિજ .

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી