પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ પીઆઇ. દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કિરીટસિંહએ કથા પૂંજાનો લાભ લીધો હતો.
પ્રાંતિજ પી.આઇ. રાકેશભાઇ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ પી.એસ.ઇ જોષી સહિત પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા માનસિહ,વિપુલભાઇ,અશોકભાઇ , હરેશભાઈ,રાજુભાઇ સહિત પોલીસ સ્ટાફ તથા પોલીસ પરીવારના સભ્યો પણ ઉપસ્થિત રહીને શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ લીધો હતો. અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી .
પ્રતિનિધિ : સંજય રાવલ, પ્રાંતિજ .
28 , 1