પ્રાંતિજ : દલપુર પાસે વાહનની ટક્કરથી અજાણ્યા યુવકનું મોત

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે નં. આઠ પર પ્રાંતિજના દલપુર પાસે આવેલ આશીર્વાદ હોટલ નજીક આજે વહેલી સવારે કોઇ અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ યુવકનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું.

અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નાસી છુટ્યો હતો. તો અકસ્માતની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી આવીને મૃતકને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમઅર્થે મોકલી આપી મૃતક યુવકના પરિવાર સહિત અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધીઆગળની તપાસ હાથ ધરી હતી .

પ્રતિનિધિ : સંજય રાવલ, પ્રાંતિજ.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી