‘બિગ બુલ’ની Akasa Air ઉડાન ભરવાની તૈયારીમાં…

રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇને 72 બોઇંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપ્યો

શેરબજારના મોટા રોકાણકારોમાં એક ‘બિગ બુલ’ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી એરલાઇન કંપની અકાસા એર ટેકઓફ કરવા તૈયાર છે. આ માટે કંપનીએ બોઇંગ 737 મેક્સ પ્લેનનો ઓર્ડર આપ્યો છે. બોઇંગે જણાવ્યું હતું કે એરલાઇન તેની એર ઓપરેટિંગ પરમિટ મેળવવા અને સુનિશ્ચિત વ્યાપારી સેવા શરૂ કરવા માટે પ્રથમ ડિલિવરી 2022ની શરૂઆતમાં શરૂ થશે.

રાકેશ ઝુનઝુનવાલાની Akasa એરલાઇન્સે મંગળવારે જણાવ્યું કે ગ્લોબલ એરોસ્પેસ કંપની બોઈંગે 72 મૈક્સ 737 એરોપ્લેન્સનો ઑર્ડર આપ્યો છે. SNV એવિએશન પ્રાઇવેટ લિમિટેડ બ્રાન્ડ Akasa Air નામથી ઉડાન ભરશે.

એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ડીલ હેઠળ 72 વિમાનોની કિંમત અંદાજિત 9 અરબ ડૉલર છે. આકાસા એરના ઑર્ડરમાં 737 મેક્સ ફેમિલીના 2 વેરિએન્ટ્સ પ્લેન સામેલ છે, જેમાં 737-8 અને હાઈ કેપિસિટીવાળા 737-8-200 સામેલ છે.

આકાસા એરના CEO વિનય દુબેએ 72 વિમાનોના ઑર્ડર અંગે માહિતી આપતા કહ્યું કે, ઓછા ખર્ચમાં સારા વિમાન (737-મેક્સ) મળવાથી આપણે સસ્તી એરલાઇન ચલાવવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થશે. આ સિવાય બોઇંગ 737 MAX પ્લેન પર્યાવરણને પણ અનુકૂળ છે.

તેમણે કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધતા વિમાનન બજારોમાંથી એક છે. ભારતમાં હવાઈ મુસાફરી ક્ષેત્રમાં ઝડપથી ગ્રોથની સંભાવના છે. આકાસા એરલાઇન્સનું લક્ષ્ય લોકોને સસ્તી હવાઈ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. અકાસા કંપનીની પાસે 737 મેક્સ વિમાન હોવાથી તે ભારતીય બજારમાં પોતાની પકડ ઝડપથી મજબૂત કરશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી