પંજાબમાં માસ્ટર સ્ટ્રોક ખેલવાની તૈયારી

શાહ-કેપ્ટનની મુલાકાત

પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે પરંતુ બીજી બાજુ કોંગ્રેસમાં કકળાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કેપ્ટન અમરિંદર સિંહની ખુરશી ખેંચ્યા બાદ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા પંજાબના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને ભાજપના ચાણક્ય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બુધવારે સાંજે એક મુલાકાત થઈ આ બન્ને નેતાઓ વચ્ચે લગભગ 50 મિનિટ સુધી બેઠક ચાલી હતી. રાજકારણમાં 50 મિનિટની મુલાકાત એ કોઈ સામાન્ય મુલાકાત ન કહી શકાય. T-20 ક્રિકેટમાં એક ટીમ આટલા સમયમાં પોતાની ઈનિંગની અડધી ઓવરો રમી કાઢે છે અને બંને ટીમો માટે એ અંદાજો લગાવવો સરળ બને છે કે મેચ કોની તરફ જઈ શકે છે. આ મુલાકાતથી પણ કઈક આવું જ થયું છે.

અમિરન્દર સિંહ ભાવી યોજનાઓ અંગે શું નિર્ણય લે છે તે ચર્ચાનો વિષય બન્યા છે. કેપ્ટન અમરિન્દરે બુધવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લેતાં તેમની ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડયું છે. જોકે, અમરિન્દર સિંહે આ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી.

શું ભાજપ જોઈન કરશે કેપ્ટન?
રાજકીય અટકળો એવી પણ છે કે અમરિન્દર સિંહ ભાજપ જોઈન કરી શકે છે અને પંજાબની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે છે. પરંતુ અસલ રણનીતિ તેની આગળની છે. જો અમરિન્દર સિંહ ભાજપ જોઈન કરીને કેન્દ્ર સરકારમાં મંત્રી બની જાય કે ભાજપના મુખ્યમંત્રી પદનો ચહેરો બને તો તેઓ પણ નવજોત સિંહ સિદ્ધુની જેમ સત્તા મેળવવા માટે બેતાબ એક નેતા તરીકે ગણાઈ જશે. આથી ભાજપ ઈચ્છે છે કે પહેલા અમરિન્દર સિંહની છબી પંજાબના ખેડૂતોના સૌથી મજબૂત પ્રતિનિધિ તરીકે ચમકાવવામાં આવે અને પછી તેમની ખેડૂતોની સાથે વાતચીતમાં મધ્યસ્થતા કરાવવામાં આવે. કદાચ એટલે જ આ મુલાકાતમાં કેપ્ટન અમરિન્દર સિંહ અને અમિત શાહ વચ્ચે ખેડૂત આંદોલન, પાકના ટેકાના ભાવ અને ખેડૂતો મુદ્દે ખુબ લાંબી ચર્ચા થઈ.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી